
ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતૂ સાથે કાપડની થેલીઓનું પણવિતરણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાયો હતો.
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું અને મુસાફરોને કાપડની થેલીઓનું વિતરણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાયો હતો. વેરાવળ બસ સ્ટેશન ખાતે ડેપોના મિકેનિક સ્ટાફ દ્વારા વર્કશોપ ખાતે તમામ બસોમાંની અંદર અને બહાર ડીપ ક્લિનિંગ સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત તમામ સ્ટાફ અને સફાઈ એજન્સીના કામદારો સાથે મળી સ્વછતા અંગેના શપથ લીધા હતાં. તેમજ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ ઇન્ડિયન રેયોન વેરાવળ તરફથી 'હર ઘર હરિયાળી કેમ્પેન - ૨૦૨૬'ના ભાગ રૂપે ડેપોના તમામ સ્ટાફ તેમજ મુસાફરોને 'સેપ્લિંગ પોટ' સાથે 'ફુલઝાડ' ટોકન ફી લઈ વિતરણ કરવામાં આવ્યાં હતાં.
આ સાથે 'પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન' અંતર્ગત કાપડ ની થેલીઓ નું વિતરણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો અપાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ