કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
સોમનાથ,19 સપ્ટેમ્બર (હિ.સ.) કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ નાગરિકલક્ષી પ્રશ્નો પરત્વે સંલગ્ન વિભાગ સાથે સંકલન સાથે તે ઝ
કલેક્ટર  જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને


સોમનાથ,19 સપ્ટેમ્બર (હિ.સ.) કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ નાગરિકલક્ષી પ્રશ્નો પરત્વે સંલગ્ન વિભાગ સાથે સંકલન સાથે તે ઝડપથી ઊકેલાય તે જરૂરી છે, તેમ કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું. .ફરિયાદ સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા વિજળી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં.

કલેક્ટરએ તમામ પ્રશ્નોની વિસ્તૃતમાં ચર્ચા કરી સંબંધિત વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી સમયમર્યાદામાં નાગરિકલક્ષી મુશ્કેલીના સમાધાન લાવે એ દિશામાં કાર્ય કરવાની સૂચના આપી હતી.

આ બેઠકમાં પ્રો-એક્ટિવ અભિગમ અપનાવી કાર્ય કરવાની સૂચના આપી કલેક્ટરએ મુશ્કેલીના ત્વરિત ઉકેલ પર ખાસ ભાર મૂક્યો હતો.

નાયબ કલેક્ટર-2 એચ.વી. ચાવડાએ જિલ્લાની વિવિધ કચેરીઓના પત્રકના રિવ્યૂ, લોકોની અરજીઓના સમયમર્યાદામાં નિકાલ, સિટિઝનશીપ ચાર્ટર અંગેના પત્રક, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસ, સરકારી લેણાની વસૂલાત, જનપ્રતિનિધિઓ તરફથી રજૂ કરાયેલા પ્રશ્નોના નિકાલ સહિતની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સહિત વનવિભાગ, શિક્ષણ, એસ.ટી., માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ. સહિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande