વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અંતર્ગત સંકલ્પ સમારોહ યોજાયો
ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા અને યુવાઓમાં નશાકારક પદાર્થો અંગે જાગૃતિ કેળવવાના હેતુથી વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ પ્રકલ્પ અંતર્ગત સંકલ્પ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ
વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં


ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા અને યુવાઓમાં નશાકારક પદાર્થો અંગે જાગૃતિ કેળવવાના હેતુથી વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ પ્રકલ્પ અંતર્ગત સંકલ્પ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલે નશામુક્ત ભારતના સંકલ્પને સફળ બનાવવા માટે યુવાઓને નશાથી દૂર રહેવા અને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા પ્રેરિત કર્યા હતા.

ડો. સચિન એમ. સીતાપરા દ્વારા યુવાઓને પશ્ચિમીકરણ, આધુનિકીકરણ તથા નશાના કારણે વ્યક્તિ અને સમાજ પર થતી અસરો અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતાં. જ્યારે કોલેજના આચાર્ય ડો. સ્મિતા બી. છગ દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિના યોગદાન અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ તથા મહેમાનોએ નશામુક્તિ અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ સિગ્નેચર વોલ પર સહી કરીને નશાકારક પદાર્થો સામે જાગૃતિ અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ શાહ તથા નગરપાલિકાની ટીમના સભ્યો, મહિલા કોલેજ તથા ચોકસી કોલેજ, વેરાવળના આચાર્યઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande