રૂની વિસ્તારમાં આવેલી ઉડાન વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી.
પાટણ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ શહેરના રૂની વિસ્તારમાં આવેલી ઉડાન વિદ્યાલયમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવની ભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાલયના નાના ભૂલકાઓએ શ્રીકૃષ્ણ, રાધા તેમજ ગોપ-ગોપીઓના
રૂની વિસ્તારમાં આવેલી ઉડાન વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી.


રૂની વિસ્તારમાં આવેલી ઉડાન વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી.


પાટણ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ શહેરના રૂની વિસ્તારમાં આવેલી ઉડાન વિદ્યાલયમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવની ભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાલયના નાના ભૂલકાઓએ શ્રીકૃષ્ણ, રાધા તેમજ ગોપ-ગોપીઓના આકર્ષક વેશ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

મહોત્સવ દરમિયાન બાળકોએ કૃષ્ણલીલા, રાસ-ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ‘જળ કમળની ઝાંખી’ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાળકોની સુંદર રજૂઆતને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી.

જન્માષ્ટમી ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ અને તહેવારોના મહત્વથી પરિચિત કરાવવાનો હતો. સાથે જ બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉડાન વિદ્યાલયના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સેવિકા બહેનોએ મહેનત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande