ભાવનગર મંડળમાં સ્વચ્છ રેલ પરિસર માટે જાગૃતિ અભિયાન તેજ, સ્વચ્છતા નિયમોના ઉલ્લંઘન બદલ ₹1,000ની શાસ્તિની જોગવાઈ
ભાવનગર 22 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે પરિસરો તથા ટ્રેનોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા તેમજ મુસાફરોને સ્વચ્છ, સુખદ અને આરોગ્યપ્રદ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં
ભાવનગર મંડળમાં સ્વચ્છ રેલ પરિસર માટે જાગૃતિ અભિયાન તેજ, સ્વચ્છતા નિયમોના ઉલ્લંઘન બદલ ₹1,000ની શાસ્તિની જોગવાઈ


ભાવનગર 22 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે પરિસરો તથા ટ્રેનોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા તેમજ મુસાફરોને સ્વચ્છ, સુખદ અને આરોગ્યપ્રદ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં રેલવે બોર્ડ દ્વારા જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) અધિનિયમ, 2026 અંતર્ગત ભારતીય રેલવે (રેલવે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે શાસ્તિઓ) નિયમોમાં સુધારા અધિસૂચિત કરવામાં આવ્યા છે.

સુધારેલા પ્રાવધાનો અનુસાર રેલવે પરિસરો તથા ટ્રેનોમાં સ્વચ્છતાને અસર કરતી નિર્ધારિત પ્રવૃત્તિઓ માટે ₹1,000ની શાસ્તિની જોગવાઈ કરવામાં આવી છે. શાસ્તિની રકમ ચૂકવવામાં ન આવે તો સંબંધિત વ્યક્તિને સક્ષમ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં ₹2,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.

જન વિશ્વાસ અધિનિયમ-2026 અમલમાં આવ્યા બાદ ભાવનગર મંડળમાં અત્યાર સુધી સ્વચ્છતા સંબંધિત કુલ 31 કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં દંડ પેટે કુલ રૂ. 40,500ની વસૂલાત કરવામાં આવી છે.

આ પહેલ અંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સ્વચ્છ અને સુંદર રેલવે પરિસર દરેક મુસાફરના સુખદ મુસાફરી અનુભવનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે જણાવ્યું કે આ જોગવાઈઓનો હેતુ માત્ર દંડાત્મક કાર્યવાહી કરવાનો નથી, પરંતુ જનજાગૃતિ વધારવી તથા મુસાફરોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારી અને સહભાગિતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના નિર્દેશ અનુસાર ભાવનગર મંડળના તમામ મુખ્ય સ્ટેશનો તથા પેસેન્જર ટ્રેનોના કોચમાં સ્વચ્છતા અંગે વ્યાપક જાગૃતિના પ્રબંધ કરવામાં આવી રહ્યા છે. મુખ્ય સ્ટેશનો પર Public Address System દ્વારા નિયમિત રીતે સ્વચ્છતા સંદેશાઓ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સ્ટેશનો તથા ટ્રેનોના કોચમાં માહિતીપ્રદ પોસ્ટરો અને નોટિસ લગાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક ભાષાઓ, સમાચારપત્રો, ડિજિટલ પ્લેટફોર્મ તેમજ અન્ય સંચાર માધ્યમો દ્વારા પણ મુસાફરોને સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ રેલવે પરિસરો તથા ટ્રેનોને પોતાનું ઘર સમજીને સ્વચ્છ રાખે, કચરો નિર્ધારિત કચરાપેટીમાં જ નાખે અને સ્વચ્છતા નિયમોનું પાલન કરે. તેમણે જણાવ્યું કે સ્વચ્છ રેલવે પરિસરનું નિર્માણ કરવામાં રેલવે પ્રશાસનની સાથે દરેક મુસાફરની સક્રિય ભાગીદારી મહત્વપૂર્ણ છે.

ભાવનગર મંડળ મુસાફરોની સુવિધા, સ્વચ્છતા અને વધુ સારા મુસાફરી અનુભવ માટે સતત પ્રયત્નશીલ છે તથા તમામ મુસાફરો પાસેથી “સ્વચ્છ રેલ–સ્વસ્થ રેલ”ના સંકલ્પને સાકાર કરવામાં સહયોગની અપેક્ષા રાખે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande