સેવા સંકલ્પ અભિયાનમાં આદિજાતિ વિસ્તાર તાપીને મળી અદ્યતન આરોગ્ય સેવા સુવિધાઓ
-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 317 બેડની યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું વ્યારામાં લોકાર્પણ કર્યુ તાપી/અમદાવાદ,22 સપ્ટેમ્બરે (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં 317 બેડની અતિઆધુનિક ટ્રાન્ઝિશનલ
Tribal area Tapi gets advanced health service facilities under Seva Sankalp Abhiyan


Tribal area Tapi gets advanced health service facilities under Seva Sankalp Abhiyan


-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 317 બેડની યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું વ્યારામાં લોકાર્પણ કર્યુ

તાપી/અમદાવાદ,22 સપ્ટેમ્બરે (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં 317 બેડની અતિઆધુનિક ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતુ.

આ ઉપરાંત રાજ્ય સરકાર સાથે પી.પી.પી. મોડેલ પર આકાર પામી રહેલી યુ.એન.એમ.મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પ્રોજેક્ટની નવી 800 બેડની હોસ્પિટલનું ભૂમિ પુજન પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અવિરત જનસેવા સાધનાના 25 વર્ષ પુર્ણ થવા અવસરે દેશભરમાં યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના લોકોની આરોગ્ય સુખાકારીના આ મહત્વાકાંક્ષી પ્રકલ્પની ભેટ મુખ્યમંત્રીએ આદિજાતિ ગ્રામીણ નાગરિકોને આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત યુ.એન.એમ.હોસ્પિટલ પરિસર તથા વિવિધ અત્યાધુનિક સુવિધાઓની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને જાણકારી મેળવી હતી.

આવનારા દિવસોમાં આ વિસ્તારમાં માત્ર શ્રેષ્ઠ આરોગ્ય વિષયક સારવાર જ નહીં, પરંતુ આદિવાસી યુવાઓને ઘર આંગણે તબીબી અભ્યાસ માટે મેડિકલ કોલેજનો લાભ પણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારમાં આવી અદ્યતન આરોગ્ય સુવિધા સુનિશ્ચિત થતાં આદિજાતિ તાપી જિલ્લાની સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.

વ્યારા જનરલ હોસ્પિટલમાં હાલમાં કાર્યરત તમામ તબીબી સેવાઓ અને દર્દીઓની સારવાર હવે નવનિર્મિત 317 બેડની ટ્રાન્ઝિશનલ હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવશે. નવી 800 બેડની હોસ્પિટલના નિર્માણ દરમિયાન દર્દીઓને સારવારમાં કોઈ અગવડ ન પડે અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રહે તે હેતુથી હાલના હોસ્પિટલ કેમ્પસમાં જ આ સુવિધા વિકસાવવામાં આવી રહિ છે.આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત વ્યારા ખાતે આગામી સમયમાં 150 બેઠકોની MBBS મેડિકલ કોલેજ અને વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ સહિત એક હેલ્થકેર હબ વિકસાવવામાં આવશે. અંદાજિત રૂ. 910 કરોડનો આ સમગ્ર પ્રોજેક્ટ યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાશે. આ સુવિધાઓ કાર્યરત થતાં તાપી ઉપરાંત ગુજરાત-મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના આશરે 8 લાખથી વધુ લોકોને અદ્યતન આરોગ્ય સેવાઓનો લાભ નજીકના સ્થળે જ મળી શકશે અને ક્રિટીકલ કેર તથા આપાતકાલિન સમયે ઝડપથી સારવાર મળતી થશે.

આ તકે આદિજાતિ વિકાસ મંત્રીઅને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ, રમત ગમત અને પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, ટોરેન્ટ ગૃપના ડિરેકટર, સાંસદ પરભુ વસાવા, જિલ્લા કલેકટર દેવ ચૌધરી સહિત જનપ્રતિનિધીઓ, યુ.એન.મેહતા ગૃપના તમામ અધિકારીઓ, સ્ટાફ, વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુ.એન.એમ.ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર્સ મહેતા પરિવારની સેવાભાવી સંસ્થા છે, જે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોમાં વિવિધ સમાજલક્ષી પહેલો હાથ ધરે છે. આરોગ્ય ક્ષેત્રે ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, સુરતના કામરેજ ખાતે યુએનએમ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા અમદાવાદ ખાતે સંકલન ન્યુરો રિહેબિલિટેશન સેન્ટર સહિતની પહેલો હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande