લોકસભા અધ્યક્ષ, રક્ષામંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓએ શનિવારે મહાન સમાજ સુધારક, શિક્ષણવિદ્ અને માનવતાવાદી ચિંતક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની જયંતિ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓએ શનિવારે મહાન સમાજ સુધારક, શિક્ષણવિદ્ અને માનવતાવાદી ચિંતક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શિક્ષણ તથા સામાજિક સુધારાના ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કર્યું.

ઓમ બિરલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જણાવ્યું કે, વિદ્યાસાગરની મહાનતા તેમના જ્ઞાન અને સામાજિક સુધારાના પ્રયાસોની સાથે-સાથે તેમના સરળ જીવન, સંવેદનશીલ હૃદય અને અસાધારણ માનવીય કરુણામાં પણ દેખાય છે. તેમણે કહ્યું કે, વિદ્યાસાગર જરૂરિયાતમંદોની સહાયતા માટે હંમેશા તત્પર રહેતા હતા અને તેમના વ્યક્તિત્વમાં વિદ્વાનતા, નમ્રતા તથા સેવા ભાવનાનો અદ્ભુત સમન્વય હતો.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, મહિલાઓના શિક્ષણના પ્રબળ સમર્થક વિદ્યાસાગરે છોકરીઓ માટે શાળાઓ સ્થાપિત કરી અને શિક્ષણ સુધી તેમની પહોંચ વધારવાના પ્રયાસો કર્યા. તેમણે બંગાળી ભાષા અને લિપિના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વિદ્યાસાગરે શિક્ષણને સામાજિક પરિવર્તનનું સૌથી સશક્ત માધ્યમ બનાવ્યું. તેમણે કહ્યું કે, ‘વર્ણપરિચય’ના માધ્યમથી વિદ્યાસાગરે બંગાળી વર્ણમાળાને નવું સ્વરૂપ આપવાની સાથે જ અસંખ્ય બાળકો માટે જ્ઞાનના દ્વાર ખોલ્યા. વિધવા પુનર્વિવાહ અને મહિલા શિક્ષણ માટે તેમનો આજીવન સંઘર્ષ સમાજને આજે પણ દિશા આપે છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિદ્યાસાગરને મહાન સમાજ સુધારક ગણાવતા જણાવ્યું કે, તેમણે મહિલાઓના અધિકારો અને વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, વિદ્યાસાગરના પ્રયાસોએ સમાજમાં બદલાવ લાવવામાં અને મહિલાઓના સન્માન તથા સામાજિક સ્થિતિને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે કહ્યું કે, દાર્શનિક, શિક્ષણવિદ્, પ્રકાશક, તર્કવાદી, સમાજસેવી અને બહુવિષયક વિદ્વાન તરીકે વિદ્યાસાગરનું બંગાળી ભાષા અને સંસ્કૃતિમાં યોગદાન પેઢીઓને પ્રેરિત કરતું રહેશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ વિદ્યાસાગરને તેમની જયંતિ પર યાદ કર્યા. તેમણે તેમને બંગાળ પુનરુત્થાનના મુખ્ય સ્તંભોમાંના એક અને પ્રખ્યાત સમાજ સુધારક ગણાવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande