નાણા મંત્રી નિર્મલા સીતારમણ એઆઈઆઈબી ની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા દોહા પહોંચ્યા.
નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે દોહા પહોંચ્યા. કતરમાં ભારતના રાજદૂત શ્રીકર કોપ્પુલાએ, હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીતારમણનું સ્વાગત કર્યું. કેન્દ્રીય નાણા મંત્રી આગામી બે દિવસમાં
કતરમાં ભારતના રાજદૂત શ્રીકર કોપ્પુલાએ, હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીતારમણનું સ્વાગત કર્યું.


નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે દોહા પહોંચ્યા. કતરમાં ભારતના રાજદૂત શ્રીકર કોપ્પુલાએ, હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીતારમણનું સ્વાગત કર્યું. કેન્દ્રીય નાણા મંત્રી આગામી બે દિવસમાં દોહામાં આયોજિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (એઆઈઆઈબી) ની 11મી વાર્ષિક બેઠક અને એઆઈઆઈબી ઇન્વેસ્ટર્સ ડાયલોગ-2026 માં ભાગ લેશે.

નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સીતારમણ 28 સપ્ટેમ્બરથી દોહામાં આયોજિત થનારી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 11મી વાર્ષિક બેઠકમાં સામેલ થશે. આ સાથે તેઓ એઆઈઆઈબી ના અધ્યક્ષ અને જોર્ડન, સ્વિટ્ઝર્લેન્ડ, અલ્જીરિયા, સાઉદી અરબ અને નેપાળના તેમના સમકક્ષો સાથે પણ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો કરશે.

મંત્રાલયે જણાવ્યું કે, એઆઈઆઈબી ની વાર્ષિક બેઠકમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં ભારતના ગવર્નર તરીકે સામેલ થશે. ભારત આ બેંકનો બીજો સૌથી મોટો શેરધારક છે. આ ઉપરાંત, સત્તાવાર યાત્રાના ભાગરૂપે નાણા મંત્રી કતર સરકારના નેતૃત્વ સાથે મુલાકાત કરશે અને કતરી બિઝનેસ લીડર્સ તેમજ રોકાણકારો સાથે વાતચીત કરશે તેવી પણ અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલયના અધિકારીઓના એક પ્રતિનિધિમંડળ સાથે દોહામાં એઆઈઆઈબી ની 11મી વાર્ષિક બેઠક અને એઆઈઆઈબી ઇન્વેસ્ટર્સ ડાયલોગ 2026 માં ભાગ લેવા માટે ત્રણ દિવસીય પ્રવાસે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande