નખત્રાણાના મોટા યક્ષનો મેળો બન્યો આકર્ષણનું કેન્દ્ર, પ્રથમ દિવસે જ ઉમટી માનવમહેરામણ
કચ્છ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના લોકજીવન, પરંપરા અને ગ્રામ્ય સંસ્કૃતિની આગવી ઓળખ સમાન નખત્રાણા તાલુકાના મોટા યક્ષદેવના સ્થાનકે યોજાતા પ્રસિદ્ધ લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. ‘મીની તરણેતર’ તરીકે ઓળખાતા આ મેળામાં પ્રથમ દિવસથી જ લોકોનો ઉત્સાહ જ
મિની તરણેતર ગણાતા મેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું


મિની તરણેતર ગણાતા મેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું


મિની તરણેતર ગણાતા મેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું


કચ્છ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના લોકજીવન, પરંપરા અને ગ્રામ્ય સંસ્કૃતિની આગવી ઓળખ સમાન નખત્રાણા તાલુકાના મોટા યક્ષદેવના સ્થાનકે યોજાતા પ્રસિદ્ધ લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. ‘મીની તરણેતર’ તરીકે ઓળખાતા આ મેળામાં પ્રથમ દિવસથી જ લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને નખત્રાણા તાલુકા ઉપરાંત કચ્છના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મેળો માણવા માટે પહોંચ્યા હતા.

મેળાનો સત્તાવાર પ્રારંભ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ, મેળા સમિતિના સભ્યો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મામલતદાર રાકેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન રબારી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેળાના પ્રારંભ સાથે જ વિવિધ રાઈડ્સ, ખાણીપીણીના સ્ટોલ, ચકડોળ, મોતનો કૂવો અને મનોરંજનના અન્ય સાધનો તરફ લોકોનો પ્રવાહ જોવા મળ્યો હતો. બાળકો અને યુવાનોમાં વિવિધ રાઈડ્સને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે પરિવારજનો માટે મેળાનું વાતાવરણ મનોરંજન અને આનંદથી ભરપૂર બન્યું હતું.

મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આશરે 400 જેટલા પોલીસ જવાનોને સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત કરવામાં આવ્યા છે.

મેળા દરમિયાન વેપારીઓ અને મનોરંજનના સાધનોના સંચાલકોને જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા તથા રાઈડ્સ, ખાણીપીણી અને અન્ય સેવાઓમાં વ્યાજબી ભાવ જાળવવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની છેતરપિંડી કે વધારાના ભાવ વસૂલાત અંગે ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

પ્રથમ દિવસથી જ મેળામાં ‘હાઉસફુલ’ જેવો માહોલ જોવા મળતાં આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટવાની સંભાવના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande