રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન અલંકરણ સમારોહ આજે ઇન્દોરમાં, સંગીત નિર્દેશક શાંતનુ મોઇત્રાને સન્માનિત કરવામાં આવશે
ઇન્દોર, નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિ.સ.). મધ્ય પ્રદેશ શાસન સંસ્કૃતિ વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસનના સહયોગથી ઇન્દોરમાં આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન અલંકરણ સમારોહમાં સોમવારે સુવિખ્યાત સંગીત નિર્દેશક શાંતનુ મોઇત્રાને ''રાષ્ટ્રીય લતા મંગ
સંગીત નિર્દેશક શાંતનુ મોઇત્રા


ઇન્દોર, નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિ.સ.). મધ્ય પ્રદેશ શાસન સંસ્કૃતિ વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસનના સહયોગથી ઇન્દોરમાં આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન અલંકરણ સમારોહમાં સોમવારે સુવિખ્યાત સંગીત નિર્દેશક શાંતનુ મોઇત્રાને 'રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન - 2026' થી સન્માનિત કરવામાં આવશે.

સંસ્કૃતિ વિભાગના સંચાલક એનપી નામદેવે જણાવ્યું કે, બે દિવસીય સમારોહ રવિવારે 'અમર લતા અમારી લતા...' સંગીત સંધ્યાથી શરૂઆત થઈ ચૂકી છે. સોમવારે સાંજે 7 વાગ્યાથી રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન અલંકરણ સમારોહ યોજાશે, જેમાં સંગીત નિર્દેશક શાંતનુ મોઇત્રાને સન્માનિત કરવામાં આવશે. સન્માન સ્વરૂપે પાંચ લાખની રકમ અને પ્રશસ્તિ પટ્ટિકા પ્રદાન કરવામાં આવશે. અલંકરણ સમારોહ પછી સુવિખ્યાત ગાયક જોડી સચેત - પરંપરાની સંગીત સંધ્યા યોજાશે.

એનપી નામદેવે જણાવ્યું કે, સુગમ સંગીતના ક્ષેત્રમાં કલાત્મક શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવાના હેતુથી મધ્યપ્રદેશ શાસન દ્વારા રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન વર્ષ 1984માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સન્માન વારાફરતી સંગીત રચના અને ગાયન માટે પ્રદાન કરવામાં આવે છે.

આ સન્માનથી અત્યાર સુધી 42 વિભૂતિઓ સન્માનિત થઈ ચૂકી છે. ગત વર્ષે આયોજિત અલંકરણ સમારોહમાં વર્ષ 2024નું સંગીત નિર્દેશન માટે શંકર – એહસાન – લોય અને વર્ષ 2025નું પાર્શ્વ ગાયન માટે સોનુ નિગમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande