કોંગ્રેસના વોટ ચોર કહા મિલેગા,બીજેપી દફતર મેં'નારા સાથે, સરદાર બાગ પાસે જ્ઞાનેશ કુમારનું પૂતળી સળગાવી ધરણા
અમદાવાદ,29 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતમાં બે દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના ભાગરૂપે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન દેશમાંથી અંદાજે 13 કરોડ કાયદેસરના મતદારોના નામ ગેરકાયદે રદ કરાયા હોવાના ગંભીર આરોપ સાથે કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન
Congress' vote thief will be found, BJP office workers burn Gyanesh Kumar's effigy near Sardar Bagh, protest


Congress' vote thief will be found, BJP office workers burn Gyanesh Kumar's effigy near Sardar Bagh, protest


અમદાવાદ,29 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતમાં બે દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના ભાગરૂપે

મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન દેશમાંથી અંદાજે 13 કરોડ કાયદેસરના મતદારોના નામ ગેરકાયદે રદ કરાયા હોવાના ગંભીર આરોપ સાથે કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન છેડ્યું છે.

કેન્દ્ર સરકારના કથિત દબાણ હેઠળ ચૂંટણી પંચની તટસ્થતા જોખમાઈ હોવાનો આક્ષેપ કરી, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે.

કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં પતંગ હોટેલ ખાતેથી, કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડાં, નારેબાજી અને અનોખા વિરોધ પ્રદર્શન સાથે રૂપાલી સિનેમા સુધી વિશાળ રેલી યોજી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે એસીપી સહિત વિશાળ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

સરદાર બાગ ખાતે ધરણા પ્રદર્શન

સરદાર બાગ પાસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું પૂતળી સળગાવી ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. અચાનક પૂતળું સળગાવી દેતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

જ્ઞાનેશ કુમારનું માસ્ક પહેરીને કોંગ્રેસનો એક કાર્યકર્તા હાથમાં હથકડી પહેરીને રેલીમાં જોડાયો છે.

'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર હાય હાય'ના નારા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કાળા કપડાં પહેરીને રેલીમાં જોડાયા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, વોટ ચોરી કરનાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામુ લઈને જેલમાં ધકેલવામાં આવે તેવી અમારી માગ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande