દેશભરમાં 2 ઓક્ટોબરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વિશેષ અભિયાન-6.0, સ્વચ્છતા અને સુરક્ષા પર ભાર રહેશે
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્ર સરકાર 2 થી 31 ઓક્ટોબર સુધી વિશેષ અભિયાન-6.0 ચલાવશે. આ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ટોલ પ્લાઝાની સફાઈ, જાળવણી, ખાડામુક્ત રસ્તાઓ, શૌચાલયોના સુધારણા, સુધારેલી પ્રકાશ વ્યવસ્થા અને માર્ગ સૂચકાંકોમાં સુધારા પ
એનએચએઆઈ લોગો


નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્ર સરકાર 2 થી 31 ઓક્ટોબર સુધી વિશેષ અભિયાન-6.0 ચલાવશે. આ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ટોલ પ્લાઝાની સફાઈ, જાળવણી, ખાડામુક્ત રસ્તાઓ, શૌચાલયોના સુધારણા, સુધારેલી પ્રકાશ વ્યવસ્થા અને માર્ગ સૂચકાંકોમાં સુધારા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર, અભિયાન દરમિયાન, ખાસ કરીને શહેરી વિસ્તારોમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી કચરો હટાવવામાં આવશે. ટોલ પ્લાઝાના શૌચાલયોનું નવીનીકરણ અને નિયમિત જાળવણી કરવામાં આવશે. આ સાથે જ ટોલ પ્લાઝા પર સફાઈ, રંગકામ, વધુ સારી રોશની અને સૌર ઉર્જા સુવિધાઓને પ્રોત્સાહન આપવા પર ભાર રહેશે.

મંત્રાલય અનુસાર, માર્ગ સૂચકાંકોમાં સુધારો, રોડ માર્કિંગની દૃશ્યતા વધારવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાડામુક્ત બનાવવા માટે પણ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આનાથી માર્ગ ઉપયોગકર્તાઓની સુવિધા અને સુરક્ષા સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

મંત્રાલયે જણાવ્યું કે, અભિયાન બે તબક્કામાં ચલાવવામાં આવી રહ્યું છે. 15 થી 30 સપ્ટેમ્બર સુધી તૈયારીનો તબક્કો ચાલી રહ્યો છે, જેમાં લક્ષ્યોની ઓળખ, સફાઈ અભિયાનોનું આયોજન, બિનઉપયોગી સામગ્રીનો નિકાલ અને અન્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્ય અભિયાન 2 ઓક્ટોબરથી શરૂ થશે.

અભિયાન અંતર્ગત દરેક ક્ષેત્રમાં 50 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખંડ અને એક ટોલ પ્લાઝાને વિશેષ સુધારણા કાર્યો માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. મંત્રાલયના મુખ્યાલયના અધિકારીઓને આ સ્થળોનું નિરીક્ષણ કરવા અને સુધારણા કાર્યોની અસરનું મૂલ્યાંકન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓ ખામીઓને ઓળખીને તેમનું ભૌગોલિક ચિહ્નાંકન કરશે અને સુધારણા કાર્યોનું સતત નિરીક્ષણ કરશે.

મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સ્વચ્છતા, સુરક્ષા અને જાળવણીમાં સુધારો સુનિશ્ચિત કરવા માટે પ્રાદેશિક કાર્યાલયો, કાર્યક્રમ અમલીકરણ એકમો, પ્રોજેક્ટ ડિરેક્ટરો અને અન્ય ફિલ્ડ કાર્યાલયોને વિશેષ નિર્દેશો આપ્યા છે.

વિશેષ અભિયાન-6.0 અંતર્ગત પડતર કેસો ઘટાડવા, રેકોર્ડ મેનેજમેન્ટને મજબૂત કરવા, ઈ-કચરાના જવાબદાર નિકાલ અને કાર્યાલયની જગ્યાઓના બહેતર ઉપયોગ પર પણ ધ્યાન આપવામાં આવશે. વિવિધ સંગઠનોમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ અભિયાનની પ્રગતિનું નિરીક્ષણ કરશે અને નિયમિત અહેવાલો રજૂ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande