
બડગામ, નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર (હિ.સ.). શુક્રવારે કાશ્મીરના બડગામ જિલ્લાના ઉપલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ પીર પંજાલ પર્વતમાળાના દુર્ગમ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બડગામ-પુંછ સરહદની નજીક લગભગ 15,000 ફૂટની ઊંચાઈએ આવેલા જંગલ વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ખડકાળ ભૂપ્રદેશને કારણે સર્ચ ઓપરેશન ખાસ કરીને પડકારજનક છે. આ વિસ્તાર પીર પંજાલ પર્વતમાળા હેઠળ આવે છે, જે કાશ્મીર ખીણને પૂંચ-રાજૌરી પ્રદેશ સાથે જોડે છે.
સંયુક્ત સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ગુરુવારે સાંજે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન (સી.એ.એસ.ઓ.) શરૂ કર્યું હતું, જેના પગલે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ઓપરેશનને બાદમાં રાત માટે અટકાવી દેવામાં આવ્યું હતું અને શુક્રવારે સવારે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ શંકાસ્પદ વિસ્તારની આસપાસ ઘેરાબંધી કરી છે અને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. ઓપરેશનમાં મદદ કરવા માટે વધારાના સુરક્ષા કર્મીઓને પણ આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર /બલવાન સિંહ/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ