
જૂનાગઢ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ જીલ્લાના બિલખામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું જોરદાર અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળેલી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ ધાર્મિક ઝાંખીઓ અને ભક્તિસંગીતના માહોલે વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. આજનો દિવસ જાણે ભક્તિ મય જેવો માહોલ સર્જાયો હતો આ શોભા યાત્રા માખૂબજ બહોળી સંખ્યામાં ભક્તો જનો ઊપડી પડીયા હતા અને જ્યાં જુવો ત્યાં હાથી ઘોડા પાલખી અને જય કનૈયા લાલ કી ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તની મય માહોલ જોવા મળી રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ