માદલપુર રેલવે ગરનાળામાં રાત્રે લક્ઝરી બસ ફસાઈ,લોખંડની રેલિંગ ખસી ગઈ
અમદાવાદ,08 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા માદલપુર રેલવે અન્ડરબ્રિજમાં ગતરાત્રે લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી. લક્ઝરી બસના ચાલક દ્વારા અન્ડરબ્રિજમાંથી બસ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે બસના છતનો ભાગ રેલવે અન્ડરબ્રિજની આગ
માદલપુર રેલવે ગરનાળામાં રાત્રે લક્ઝરી બસ ફસાઈ,લોખંડની રેલિંગ ખસી ગઈ


અમદાવાદ,08 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા માદલપુર રેલવે અન્ડરબ્રિજમાં ગતરાત્રે લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી. લક્ઝરી બસના ચાલક દ્વારા અન્ડરબ્રિજમાંથી બસ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે બસના છતનો ભાગ રેલવે અન્ડરબ્રિજની આગળના ભાગે લગાવવામાં આવેલી લોખંડની રેલિંગ સાથે અથડાયો હતો અને રેલિંગ પણ ખસી ગઈ હતી.

લક્ઝરી બસ ફસાઈ જવાના કારણે માદલપુર અન્ડરબ્રિજમાંથી પસાર થતા ટુ-વ્હીલર અને ફોર- વ્હીલરચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ક્રેન બોલાવીને રેલિંગનો ભાગ ઉંચો કરવામાં આવ્યો અને ત્યાર બાદ બસને બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બસચાલકની આ બેદરકારી અને રેલવે અન્ડરબ્રિજને નુકસાન થતાં તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

મળતી માહિતી મુજબ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ તરફ જવાના રોડ પર અમદાવાદ- ભાવનગર- બોટાદ રેલવે લાઇન પર માદલપુર રેલવે અન્ડરબ્રિજ આવેલો છે. અન્ડરબ્રિજની હાઈટ ખૂબ જ નીચી આવેલી છે, જેથી લક્ઝરી બસ સહિતના મોટા વાહનો ત્યાંથી પસાર થઈ શકતા નથી તેમ છતાં પણ ગઈકાલે સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે એક ખાનગી લક્ઝરી બસના ચાલક દ્વારા માદલપુર અન્ડરબ્રિજમાંથી બસને કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અન્ડરબ્રિજ નીચું હોવા છતાં પણ બસ ચાલે કે બસ નીકળી જશે તેમ માની અને બસ અન્ડરબ્રિજમાં નાખી હતી જેના કારણે બસની છતનો ભાગ આગળના ભાગે લગાવેલી રેલિંગને અથડાયો હતો.

ટ્રેન સાથે રેલિંગને બાંધી બસ બહાર કાઢી

છતની ઉપરનો ભાગ રેલિંગને અથડાતા આખી રેલિંગ ખસી ગઈ હતી અને બસના છતના ભાગને પણ નુકસાન થયું હતું. અન્ડરબ્રિજની વચ્ચે બસ અટવાઈ ગઈ હતી, પોલીસ અને રેલવે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને રેલવે અન્ડરબ્રિજ પાસે રેલિંગને નુકસાન થતા તેને ક્રેન બોલાવવી પડી હતી. ક્રેન સાથે રેલિંગને બાંધી અને ત્યાર બાદ બસ બહાર કાઢવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande