ભારતની જાહેર આરોગ્ય સિદ્ધિઓને માન્યતા, ડબ્લ્યુએચઓ એ સન્માનિત કર્યું
નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિ.સ.). વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) ની દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક સમિતિના 79મા સત્રમાં ભારતની જાહેર આરોગ્ય સિદ્ધિઓને નોંધપાત્ર માન્યતા મળી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાને ભારત વતી બે પ્રતિષ્ઠિત વિશ્વ આરોગ્ય સં
પુરષ્કાર પ્રાપ્ત કરતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા


નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિ.સ.). વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) ની દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક સમિતિના 79મા સત્રમાં ભારતની જાહેર આરોગ્ય સિદ્ધિઓને નોંધપાત્ર માન્યતા મળી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાને ભારત વતી બે પ્રતિષ્ઠિત વિશ્વ આરોગ્ય સંગઠન દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક પુરસ્કારો પ્રાપ્ત થયા.

પુરસ્કારો પ્રાપ્ત કર્યા પછી ખુશી વ્યક્ત કરતા જે.પી. નડ્ડાએ કહ્યું કે, છેલ્લા દાયકામાં માતૃત્વ અને નવજાત શિશુ ટિટાનસ નાબૂદી જાળવવા અને પ્રાથમિક આરોગ્ય સંભાળ દ્વારા બિન-ચેપી રોગોનો અસરકારક રીતે સામનો કરવા માટે તેના નેતૃત્વ માટે ભારતને સન્માનિત કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતે પ્રાથમિક આરોગ્ય સેવાઓને મજબૂત બનાવી છે, ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચ વધારી છે અને ચેપી અને બિન-ચેપી રોગો બંનેનો સામનો કરવા માટે અસરકારક પગલાં લીધા છે. તેમણે કહ્યું કે સરકાર દરેક નાગરિકને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande