અમદાવાદ, 10 ઓક્ટોબર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક સફળ અને કુશળ શાસક તરીકે 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશ્યા છે. ભારતીય રાજકીય ઇતિહાસની આ અસાધારણ ઘટના છે. ગુજરાતમાં તેમના શાસન દરમિયાન ભારતમાં તેમજ દુનિયાના કેટલાક દેશોમાં ગુજરાતનું માન વધ્યું હતું. અને હવે વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારતનું માન વધ્યું છે. અર્થતંત્ર મજબૂત થયું છે. આપણી સૈન્ય શક્તિ વધી છે. વિશ્વાસપૂર્વક કહી શકાય કે, સમાજનો કોઈ વર્ગ બાકી નથી જે નરેન્દ્રભાઈની કોઈને કોઈ યોજના/કાર્યક્રમના લાભથી વંચિત હોય.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એક પુસ્તકનું અલકેશ પટેલ એ સંપાદન કર્યું છે: સ્વયંસેવકથી સ્ટેટ્સમેન- નરેન્દ્ર મોદી @25 - ગુજરાતી પત્રકારોની નજરે.
જેનું આજે ૧૦ ઑક્ટોબરે પ્રકાશિત થઈ રહ્યું છે. વર્તમાન સમયના આ સૌથી અગત્યના પુસ્તકમાં 32 વરિષ્ઠ તંત્રી/પત્રકારોએ નરેન્દ્રભાઈ મોદીની શાસન શૈલી વિશે લખ્યું છે. ખાસ વાત એ છે કે, ગુજરાતના જાહેર જીવનના અગ્રણી ચિંતકોએ આવકાર-કથન લખી આપ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક સફળ અને કુશળ શાસક તરીકે 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશ્યા છે. ભારતીય રાજકીય ઇતિહાસની આ અસાધારણ ઘટનાને ધ્યાનમાં રાખીને – એક ગુજરાતી શાસક તરીકે નરેન્દ્ર મોદીની કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન થવું જોઈએ એ આશયથી આ પુસ્તક તૈયાર થયું છે. પુસ્તકમાં ગુજરાત તથા મુંબઈસ્થિત 30થી વધુ વરિષ્ઠ તંત્રીઓ / પત્રકારોએ સંપૂર્ણ સ્વતંત્ર અને તટસ્થ રીતે નરેન્દ્ર મોદીની કામગીરીની સમીક્ષા કરી છે.
વર્તમાન સમયના આ સૌથી અગત્યના પુસ્તકમાં કુંદનભાઈ વ્યાસ, દેવેન્દ્રભાઈ પટેલ, તરુબેન મેઘાણી કજારિયા, જશવંત રાવલ, તરુણભાઈ દત્તાણી સૌરભ શાહ, જપન પાઠક, દિવ્યાશા દોશી, બકુલ ટેલર, દેવાંગ ભટ્ટ, જ્વલંત છાયા, કિશોર મકવાણા, કૌશિક મહેતા, શિરીષ કાશીકર, કૃષ્ણકાંત ઉનડકટ, શિશિર રામાવત, તુષાર ત્રિવેદી, દેવાંશી જોશી, કેતન મિસ્ત્રી, સમીર પાલેજા, વિવેક ભટ્ટ જેવા 32 વરિષ્ઠ તંત્રી/પત્રકારોએ નરેન્દ્રભાઈ મોદીની શાસન શૈલી વિશે લખ્યું છે. ખાસ વાત એ છે કે, આ પુસ્તક માટે સર્વશ્રી ગુણવંતભાઈ શાહ, સ્વામી સચ્ચિદાનંદજી, દિનકર જોષી તથા વિદ્યુત જોષી જેવા ચિંતકોએ આવકાર-કથન લખી આપ્યાં છે.
પુસ્તક જાહેર જીવનના અગ્રણીઓ, રાજકારણીઓ, પત્રકારો, ભાવિ પત્રકારો તેમજ ઇતિહાસ અને રાજકારણના અભ્યાસુઓને ઉપયોગી થશે અને ભાવિ અભ્યાસ માટેનો પાયો બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ