કડી-આંબલીયારા રોડ પર બ્રેઝા ગાડીમાં બાંધેલી ગાય મળી, બાવલુ પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
મહેસાણા,13 ઓક્ટોબર (હિ.સ.) કડી તાલુકાના થોળ ગામની નજીક, આંબલીયારા ગામની સીમામાં એક બિનવારસી ગ્રે કલરની બ્રેઝા ગાડી મળી આવતા ચકચાર મચી ગઈ. આ ગાડીમાંથી ગૌહત્યા માટે દોરડાથી બાંધેલી એક ગાય મળી આવી હતી અને ગાડીના માલિક અજાણ્યા હોવાને કારણે પોલીસે તાત્ક
કડી-આંબલીયારા રોડ પર બ્રેઝા ગાડીમાં બાંધેલી ગાય મળી, બાવલુ પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો


મહેસાણા,13 ઓક્ટોબર (હિ.સ.) કડી તાલુકાના થોળ ગામની નજીક, આંબલીયારા ગામની સીમામાં એક બિનવારસી ગ્રે કલરની બ્રેઝા ગાડી મળી આવતા ચકચાર મચી ગઈ. આ ગાડીમાંથી ગૌહત્યા માટે દોરડાથી બાંધેલી એક ગાય મળી આવી હતી અને ગાડીના માલિક અજાણ્યા હોવાને કારણે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી.

બાવલુ પોલીસ સ્ટેશનના 112 જનરક્ષકને માર્ગદર્શન મળતા ગાડી અને ગાય અંગે તાત્કાલિક કાર્યવાહી માટે સ્થળ પર મોકલવામાં આવ્યા. જનરક્ષકોએ જાળવણી અને સલામતીની તમામ કાર્યવાહી સાથે ગાડીને સુરક્ષિત કરવામાં લઇ અને ગાયને સાચવી પોલીસ સ્ટેશન ખાતે લાવ્યું.બાવલુ પોલીસે આ બાબતમાં અજાણ્યા ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે ગાડીમાં રહેલી ગાય ગૌહત્યા માટે લઈ જવામાં આવી રહી હતી.

સ્થાનિકોમાં આ ઘટનાએ ચકચાર અને ચિંતાનો માહોલ ફેલાવ્યો છે. બાવલુ પોલીસ દ્વારા જાહેર કરાયું છે કે ગૌહત્યાના ગુનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને જવાબદાર વ્યક્તિઓને કાયદેસરની બહાર નહીં છોડવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande