મહેસાણા,13 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગરમાં APMC ગ્રાઉન્ડ ખાતે રવિવારે સાંજે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં વિસનગર શહેર અને તાલુકાના 305 ભજન મંડળીઓની 11 હજારથી વધુ બહેનો ઉપસ્થિત રહી ભજન ગાયું અને ભાવિક માહોલ સર્જાયો.
પ્રશાસનની સુવ્યવસ્થા હેઠળ કાર્યક્રમ સુચારૂ રીતે યોજાયો હતો. ભજન સંધ્યામાં હાજરી આપવા આવેલ મુખ્યમંત્રીે ભજન મંડળીની બહેનોને ભોજન વિષે પૂછતાં જ હાસ્યનું મોજું ફેલાઈ ગયું, અને સમારોહમાં સૌનો ઉત્સાહ જોવા મળ્યો.આ કાર્યક્રમમાં ભાગ લેતા બહેનો ભજન અને કાવ્ય સાથે ભાવિક અનુભૂતિમાં ખોવાઈ ગઈ હતી. મુખ્યમંત્રીે સભામાં ભાષણ આપતાં, ભજન મંડળીઓના કાર્યની પ્રશંસા કરી અને ભજન સંસ્કૃતિને આગળ વધારવા માટે સહકારની વાત કરી.
વિસનગરના લોકો માટે આ ભજન સંધ્યા વિશેષ મહત્વ ધરાવતી હતી, કારણ કે એકઠા થઈ ભક્તિ અને સંગીતનો આનંદ માણવાનો આ અનોખો અવસર હતો. કાર્યક્રમમાં હાજરી આપનાર દરેક વ્યક્તિને કાર્યક્રમની યાદગાર અનુભૂતિ મળી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR