પોરબંદરમાં સામાન્ય બાબતે વૃદ્ધા પર હુમલો.
પોરબંદર, 10 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા વૃધ્ધા પર હુમલાની ઘટના બની છે .મોમાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીલમબેન ધીરજભાઈ જુંગી નામના 65 વર્ષના વૃધ્ધાના ઘર પાસે કશીશ ચીનુ જગતીયાએ ચોકમા પડેલુ પીપળાનુ ડાળખુ ઘર પાસે નાંખતા એ નાંખવાની ન
પોરબંદરમાં સામાન્ય બાબતે વૃદ્ધા પર હુમલો.


પોરબંદર, 10 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા વૃધ્ધા પર હુમલાની ઘટના બની છે .મોમાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીલમબેન ધીરજભાઈ જુંગી નામના 65 વર્ષના વૃધ્ધાના ઘર પાસે કશીશ ચીનુ જગતીયાએ ચોકમા પડેલુ પીપળાનુ ડાળખુ ઘર પાસે નાંખતા એ નાંખવાની ના પડતા કશીશ જગતિયા અને દમું મંગા જગતીયાધનુ મંગા જગતીયા તેમજ ભાવના ચીનુ જગતીયાએ ભુંડી ગાળો આપી બોલાચાલી કરી હતી તેમજ દમુ મંગાએ ઘર પાસે પડેલા લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande