અરવલ્લીઃબાયડ તાલુકાની વારેણા-બોરટીંબા ગ્રામ પંચાયતની ઉપ સરપંચની ચુંટણીમાં ઉમેદવારી પત્ર મોડું રજુ થયાનું સાબિત થતાં ચુંટણી પ્રક્રિયા રદ
મોડાસા, 11 ઓક્ટોબર (હિ.સ.) બાયડ તાલુકાની વારેણા બોર- ટીંબા ગ્રુપ ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણીમાં ઉમેદવારનું ઉમેદવારી પત્ર મોડું રજૂ થયાનું સાબિત થતાં જીલ્લા વિકાસ અધિકારી અરવલ્લીએ ચુંટણી રદ કરવાનો આદેશ આપ્યો છે.બાયડ તાલુકાની વરેણા બોર ટીંબા ગ્ર
*અરવલ્લીઃબાયડ તાલુકાની વારેણા-બોરટીંબા ગ્રામ પંચાયતની ઉપ સરપંચની ચુંટણીમાં ઉમેદવારી પત્ર મોડું રજુ થયાનું સાબિત થતાં ચુંટણી પ્રક્રિયા રદ*


મોડાસા, 11 ઓક્ટોબર (હિ.સ.)

બાયડ તાલુકાની વારેણા બોર- ટીંબા ગ્રુપ ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણીમાં ઉમેદવારનું ઉમેદવારી પત્ર મોડું રજૂ થયાનું સાબિત થતાં જીલ્લા વિકાસ અધિકારી અરવલ્લીએ ચુંટણી રદ કરવાનો આદેશ આપ્યો છે.બાયડ તાલુકાની વરેણા બોર ટીંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય દ્વારા જ ગેરરીતી પંચાયતમાં ઉપ સરપંચ માટે થયેલી ચૂંટણી પ્રક્રિયાને આચરાયાની ફરિયાદ કરાઇ હતી. તપાસમાં ઉપ સરપંચની ચુંટણી રદ કરવાનો અને આ ચૂંટણી પ્રક્રિયા નવેસરથીયોજવા માટે નિયમાનુસારની કાર્યવવાહી કરવા હુકમ કર્યાનું જાણવા મળ્યું છે ગ્રુપ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય દ્વારા જ ફરિયાદ કરાઇ હતી : ઉપ સરંપચની ચૂંટણી ફરીથી યોજવા બાયડ તાલુકા વિસ્તારના જુલાઇએ સવારે ૧૧.૩૦ વાગ્યા સુધી સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. નિયત સમય મર્યાદા સુધીમાં ઉમેદવારી રજુ કરવાની બનેલા આ પ્રકરણની વિગતો મુજબ સમય મર્યાદા નિયત કરવામાં આવી ગત તારીખ ૭મી જુલાઇએ બાયડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વારેણા બોર ટીંબા ગ્રામ પંચાયતના ઉપ સરંપચની ચૂંટણી માટે બેઠક યોજવાની નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેમાં તારીખ ૧૪મીહતી. આ સંબંધે ચૂંટણી પ્રક્રિયા કરાઇ ત્યારે કોકિલાબેન રમણભાઇપરમારનું એકમાત્ર ફોર્મ રજુ થયું હોવાથી તેના ફોર્મની ચકાસણી બાદ તેને ઉપ સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.

ડીડીઓનો આદેશદરમિયાન ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય રજનીકાંત બાલાભાઇ વણકર દ્વારા કોકિલાબેનનું ફોર્મ સમય મર્યાદા બાદ બપોરે ૧૨.૨૦ કલાકે રજુ કરાયાનું જણાવીને ચૂંટણી રદ કરવાની માંગણી કરાઇ હતી.ફરિયાદમાં અધ્યાસી અધિકારી એવા મામલતદાર વર્ષાબેન ઠાકોર અને તપાસનીશ અધિકારીએ તપાસનો રિપોર્ટ જીલ્લા વિકાસ અધિકારી અરવલ્લીને સુપ્રત કરતાં જીલ્લા વિકાસ અધિકારી અરવલ્લીએ ચુંટણી પ્રક્રિયા રદ કરી નવેસરથી ચુંટણી યોજવા હુકમ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande