મોડાસા, 11 ઓક્ટોબર (હિ.સ.)
અરવલ્લી જીલ્લાના ટીટોઇ પોલીસ સ્ટેશન હદમાં આવેલા શાંતિપુરા ગામની સીમમાં પાણીબારથી મોડાસા તરફ જતી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નીગમની એસ.ટી. બસ પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કરી કાચ તોડી આશરે ₹11,000નું નુકસાન કર્યું હતું. ઘટનાને લઈ 03/10/2025ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.ડાભીના માર્ગદર્શન હેઠળ ટીટોઇ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આઇ.ચાવડા અને તેમની ટીમે હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અસરકારક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બાતમીના આધારે આરોપી સુમીતભાઈ રમણભાઈ ખરાડી (ઉ.વ. 25, રહે. શાંતિપુરા, તા. મેઘરજ) ને 08/10/2025ના રોજ સાંજે 6:45 કલાકે અટક કરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં અનડીટેક્ટ ગુનાનો પર્દાફાશ કરી ટીટોઇ પોલીસે સફળતા મેળવી છે. કામગીરી કરનાર ટીમ:PI એ.આઇ. ચાવડા, ASI રસિકભાઈ કાવજીભાઈ, અ.પો.કો. મુકેશભાઈ ધીરાભાઈ, અ.હે.કો. ગુણવંતભાઈ લીબાભાઈ.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ