બગવદર ગામે ગ્રામસભા યોજાઈ.
પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બગવદર ખાતે વિશેષ કાર્યક્રમ અને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે વિકાસ રથ ગામમાં પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથના મા
બગવદર ગામે ગ્રામસભા યોજાઈ.


બગવદર ગામે ગ્રામસભા યોજાઈ.


બગવદર ગામે ગ્રામસભા યોજાઈ.


બગવદર ગામે ગ્રામસભા યોજાઈ.


પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બગવદર ખાતે વિશેષ કાર્યક્રમ અને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના ભાગરૂપે વિકાસ રથ ગામમાં પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથના માધ્યમથી આ પ્રસંગે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા મહિલાઓ, પશુપાલકો, યુવાઓ અને ખેડૂતોને આત્મનિર્ભર બનવા માટે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ કેવી રીતે મદદરૂપ બને છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યકમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ રૂ. 24 લાખથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. અને ગ્રામજનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સપથ લેવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે ઉપસરપંચ જયમલભાઈ વીસાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડી. મહેતા, જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઈજનેર એમ. જી. શિગરખીયા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર આર. ઓડેદરા, હિસાબી અધિકારી યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande