પોરબંદરમાં “મેગા જોબફેર”નું સફળ આયોજન કરાયું.
પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)વિકાસ સપ્તાહ–2025 ની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવા રોજગાર અને કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ રૂપે જિલ્લા કક્ષાના “મેગા જોબફેર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબફેરનો હેતુ રોજગાર વાંચ્છુ યુવા
પોરબંદરમાં “મેગા જોબફેર”નું સફળ આયોજન કરાયું.


પોરબંદરમાં “મેગા જોબફેર”નું સફળ આયોજન કરાયું.


પોરબંદરમાં “મેગા જોબફેર”નું સફળ આયોજન કરાયું.


પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)વિકાસ સપ્તાહ–2025 ની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવા રોજગાર અને કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ રૂપે જિલ્લા કક્ષાના “મેગા જોબફેર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબફેરનો હેતુ રોજગાર વાંચ્છુ યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં રોજગારીના અવસર ઉપલબ્ધ કરાવવાનો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું કે, આજના સમયમાં રોજગાર એક જટિલ પ્રશ્ન છે પરંતુ તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે હર હાથને કામ મળે અને તે દિશામાં સરકાર સતત કાર્યરત છે તેના પરિણામે રોજગારીની તકો વધી રહી છે.

તેમણે જિલ્લા રોજગાર કચેરીની કામગીરી અંગે વાત કરતા કચેરીના સર્વે અધિકારી અને કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સરકાર વિકાસ રથના સ્વરૂપે ઘર ઘર સુધી પહોંચી રહી છે સાથે છેવાડાના વ્યક્તિ સુધી તમામ લાભ - સુવિધા પહોંચે અને તેમની જીવનશૈલી સુધરે તે ક્ષેત્રમાં સતત કાર્યરત છે.

વધુમાં પ્રમુખએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વફલક પર સતત પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આગામી સમયમાં હજુ વધુ રોજગારીની તક ઉપલબ્ધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલા મેગા જોબફેરમાં યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે યુવાનો પોતાની કારકિર્દી માટે તત્પર હોય છે તે જરૂરી છે અને તેની સાથે ટેક્નોલોજીનો ઉપયોગ પણ જરૂરી છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ જરૂરી છે તેનાથી ગેરમાર્ગે દોરવું નહી. તેમજ વ્યસનથી દૂર રહીને આવતી કાલના શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાત તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છીએ જેની દેશ દુનિયામાં નોંધ લેવાઈ રહી છે સાથે સરકાર દ્વારા રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાની સાથે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ પર ભાર મૂક્યો છે તેમ જણાવીને યુવાનોને ઉત્તમ કારકિર્દી બનાવવામાં માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમારે સ્વાગત ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે જિલ્લા રોજગાર કચેરી પોરબંદર દ્વારા છેલ્લા અઢી મહિનાની મહેનતથી 300 થી વધુ નોકરીદાતાઓ સાથે સંકલન કરીને આજે 20 નોકરીદાતા હજાર છે જેમના દ્વારા વિવિધ ક્ષેત્રોના 383 ખાલી પદો ભરવામાં આવશે.

વધુમાં તેમણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા રોજગાર વંછુકો માટે મુસાફરી ભથારૂપે મફત મુસાફરી પાસ તેમજ નોકરીદાતાઓ સાથે કરાયેલ MoU અંગે પણ વાત કરી હતી.

જિલ્લા રોજગાર કચેરીના સક્રિય પ્રયત્નોથી વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મેળવનાર ઉમેદવારોને રોજગાર પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં સૌ ઉપસ્થિતોએ રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ જોબફેરમાં આશરે 20 જેટલી પ્રતિષ્ઠિત નોકરીદાતા સંસ્થાઓએ ભાગ લીધો હતો અને વિવિધ લાયકાતના આધારે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત આવા રોજગાર મેળાઓથી યુવાનોને એક જ સ્થળે અનેક રોજગારી તકો વિશે માહિતી પ્રાપ્ત થાય છે અને રોજગાર મેળવવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થાય છે. વિકાસ સપ્તાહના અવસરે યોજાયેલ આ કાર્યક્રમથી અનેક યુવાનોને નવી આશા અને નવી દિશા પ્રાપ્ત થઈ છે.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખૂંટી, અધિક જિલ્લા કલેક્ટર જે.બી. વદર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande