પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ચોપાટી રોડ પર આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગરબા મણિયારો સહિતના રાસ સાથે વિકાસનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. આ અવસરે જિલ્લા વિક
પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.


પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.


પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ચોપાટી રોડ પર આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગરબા મણિયારો સહિતના રાસ સાથે વિકાસનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.

આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરીએ જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહની ઉજવણી દરમ્યાન યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે જેને આજે 24 વર્ષ પૂર્ણ થયા છે અને હવે ગુજરાતનો વિકાસ દેશ કેન્દ્રિત બન્યો છે.

વધુમાં તેમણે સ્વછતા અને સ્વદેશીના વિષયો પર વિશેષ ભાર આપીને યુવાનો જાગૃત થઈ સ્વદેશી અપનાવી ભારતને આત્મનિર્ભર બનાવવા યોગદાન આપે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જણાવ્યું હતું.

પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસની વાત કરી હતી.

વધુમાં તેમણે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અધ્યતન લાઇબ્રેરી, ચોપાટી ખાતે ગેટ, ખાપટ ખાતે નવી વોર્ડ ઓફિસ સહિતના મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં હાથ ધરવાના વિકાસ કાર્યોની જાણકારી આપી હતી. અને સ્વચ્છતા મહત્વ સમજાવીને નાગરિકોને સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી.

આ અવસરે અધિક નિવાસી કલેકટર જે બી વદર, શહેર મામલતદાર ભરત સંચાણીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીમતી પ્રવિણાબેન પાંડાવદરા, અગ્રણી લાખણસી ગોરાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande