જામનગરમાં ઝુલુસ દરમિયાન 'સર તન સે જુદા' નારા લગાવતા 7 સામે કાર્યવાહી : રિમાન્ડ મેળવાયા
જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં ઈદે મિલાદના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે ''સર તન સે જૂદા કરી દેવાનો ઓડિયો-વીડિયો વાયરલ કરીને સુલેહ શાંતિનો ભંગ કરવાનું કૃત્ય આચર્યું હોવાથી આ મામલામાં પોલીસ તંત્
પોલીસ પ્રતીકાત્મક તસવીર


જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર શહેરમાં ઈદે મિલાદના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે 'સર તન સે જૂદા કરી દેવાનો ઓડિયો-વીડિયો વાયરલ કરીને સુલેહ શાંતિનો ભંગ કરવાનું કૃત્ય આચર્યું હોવાથી આ મામલામાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, અને જાતે ફરિયાદી બનીને વીવાદાસ્પદ નારા લગાવનારા 7 શખસો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે અને સાતેયના રિમાન્ડ મેળવાયા છે.

જામનગર શહેરમાં ગત ઈદે મિલાદ તહેવાર દરમિયાન દરબારગઢ વિસ્તારમાંથી એક ઝુલુસ નીકળ્યું હતું, જેમાં દરબારગઢ સર્કલ તેમજ બર્ધન ચોકના અમુક ઈસમો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવતા જોવામાં આવ્યા હતા, અને અલ્લાહુ અકબરના નારા લગાવતા હતા. જેમાં એક શખસ ઉપર લીલા કલરનો અને નીચે સફેદ કલરનો ઝંડા સાથે જનૂની નારામાં સર તને સે જ કરી દેવાનો ઓડિયો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું.

આવા કૃત્યથી જુદા જુદા અન્ય સમાજમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાનો સંભવ રહેશે એવું પોલીસે અનુમાન કરી ને તે વીડિયોની ખરાઈ કરી હતી. જેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ સુલેહ ભંગ થતો હોવાના અનુમાનના આધારે દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વી. આર ગામેતી ખુદ ફરીયાદી બન્યા હતા, અને 7 આરોપીઓ તેમજ તપાસ ખૂલે તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં મોહસીનખાન સલીમખાનુ પઠાણ, બિલાલ હાસમભાઈ નોંયડા, ઈમરાન સીદીકભાઈ કુરેશી. હારુનભાઈ કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ, સાહિલ કુરેશી, યુનુસ બહાઉદિનભાઈ બેલીમ અને તપાસમાં ખુલ્લે તે શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ મેળવાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande