મહેસાણા,11 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે લિથિયમ ખાતે આવેલા વાઇબ્રન્ટ ગુજરાત સ્ટોલની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે રાજ્યના કૃષિ ક્ષેત્રમાં થઈ રહેલી નવીનતા, વિકાસ અને વિઝનની અનોખી ઝાંખી નિહાળી હતી. સ્ટોલમાં પ્રાકૃતિક ખેતીના અનેક ઉત્પાદનો, વિવિધ જાતના બીજ, ફૂલો, ફળો અને શાકભાજીની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી, જે રાજ્યની પ્રગતિશીલ ખેતી અને ખેડૂતોની સર્જનશીલતા દર્શાવે છે.
મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગુજરાતમાં પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોનો વલણ વધી રહ્યું છે, જેના કારણે આરોગ્યપ્રદ ઉત્પાદન સાથે જમીનની ઉપજક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે. તેમણે વાઇબ્રન્ટ ગુજરાતના આ સ્ટોલને રાજ્યના કૃષિ વિકાસના વિઝનનું પ્રતિબિંબ ગણાવ્યું. આ મુલાકાત દરમિયાન કૃષિ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગકારો સાથે તેમણે નવી ટેકનોલોજી અને સંશોધન આધારિત ખેતી પ્રણાલીઓ અંગે પણ ચર્ચા કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR