પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.): દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર.બી. ગવાઈ પર ચાલી રહેલી કોર્ટે વકીલ રાકેશ કિશોર દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ઉગ્ર પ્રતિક્રિયા જણાઈ છે. પાટણ જિલ્લામાં કોંગ્રેસ તથા દલિત સંગઠનો દ્વારા આ ઘટનાના વિરોધમાં આક્રોશ વ્યક્ત કરાયો હતો અને આ કૃત્યને ‘મનુવાદી વિચારધારાનું પ્રતિક’ ગણાવ્યું હતું.
શનિવારે પાટણમાં બગવાડા દરવાજાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરુદ્ધ આવેદનપત્ર રજૂ કરાયું હતું. આ રેલીમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, અનુસૂચિત જાતિ ચેરમેન હસમુખ સક્સેના તેમજ વિવિધ દલિત સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન દોષિત વકીલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.
આ વિરોધ કાર્યક્રમ દેશભરના અનેક જિલ્લાઓમાં યોજાયેલા વિરોધનો એક ભાગ હતો. પાટણમાંથી આપવામાં આવેલા સંદેશ મુજબ, ચીફ જસ્ટિસ જેવી ઉચ્ચ પદવિ ધરાવતા વ્યક્તિ સામે આવી હરકતના દોષિતને કડક સજા આપવામાં આવે અને દેશના ન્યાયતંત્રની ગૌરવમય પરંપરાનું રક્ષણ કરવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ