બોરતવાડા ગામે ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન યોજાયું
પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.): હારીજ તાલુકાના બોરતવાડા ગામે પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરીના માર્ગદર્શન હેઠળ મેટ્રોલ ડ્રગ્સ દ્વારા નશા વિરોધી લોક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા એસઓજી પીએસઆઇ ડી.કે. ચૌધરી, મહેશભાઈ ચૌ
બોરતવાડા ગામે નશા વિરોધી જાગૃતિ અભિયાન યોજાયું


પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.): હારીજ તાલુકાના બોરતવાડા ગામે પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરીના માર્ગદર્શન હેઠળ મેટ્રોલ ડ્રગ્સ દ્વારા નશા વિરોધી લોક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા એસઓજી પીએસઆઇ ડી.કે. ચૌધરી, મહેશભાઈ ચૌધરી, સરપંચ ચંપાબેન વનાજી ઠાકોર, તલાટી પરેશ દેસાઈ તેમજ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાના વ્યસનથી દૂર રાખીને તેમની અંદર શારીરિક, માનસિક અને સામાજિક મજબૂતી વિકસાવવાનો હતો. ઉપસ્થિત લોકોને ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોથી થતા નુકસાન વિશે માહિતી આપી, તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસનમુક્ત જીવન અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા લોકોમાં નશા સામે સચેતતા ફેલાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સમાજમાં વ્યસન વિરોધી મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande