BIPSમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ પર જાગૃતિ સેમિનાર
પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.)વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ
BIPSમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ પર જાગૃતિ સેમિનાર


પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.)વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડૉ. વિપુલ શાહ અને ડૉ. બિપિન પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે સરળ અને અસરકારક સંવાદ સાધ્યો.

વક્તાઓએ સમજાવ્યું કે સ્વસ્થ મન એ જીવનની દરેક સફળતાનો આધાર છે અને તેમણે માનસિક સંતુલન, આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને તણાવ નિવારણ જેવા મુદ્દાઓ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. રોજિંદા જીવનમાં મજબૂત મનસ્વસ્થા જાળવવા માટે ઉપાયોની ચર્ચા પણ કરી હતી. સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ સાકારાત્મક ઉર્જા અનુભવ કરી અને મજબૂત મનસ્વસ્થતાનું મહત્વ અનુભવું.

સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું કે BIPS હંમેશા વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે તમામ વક્તાઓનો આભાર વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓને તેમનાં જીવનમાં આ શીખણો અમલમાં મૂકવા પ્રેરણા આપી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande