ભેજાબાજે બોગસ ડીજીટલ આર.ટી.ઓ.ઈ ચલણની ફાઈલ મોકલી મોબાઈલ હેક કર્યો
સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.)-સુરત કામરેજ રોડ, લસકાણા ખાતે રહેતા રત્નકલાકાર સાયબર ક્રાઈમ ફ્રોડનો શિકાર બન્યા છે. ભેજાબાજાઍ તેમને બોગસ આરટીઅોની ઈ ચલણની ઍપીકે ફાઈલ મોકલી હતી જે ફાઈલ ડાઉનલોડ કરવાની સાથે જ તેમના બેન્કના ખાતામાંથી બે તબક્કામાં રૂપિયા 1.27 લા
ભેજાબાજે બોગસ ડીજીટલ આર.ટી.ઓ.ઈ ચલણની ફાઈલ મોકલી મોબાઈલ હેક કર્યો


સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.)-સુરત કામરેજ રોડ, લસકાણા ખાતે રહેતા રત્નકલાકાર સાયબર ક્રાઈમ ફ્રોડનો શિકાર બન્યા છે. ભેજાબાજાઍ તેમને બોગસ આરટીઅોની ઈ ચલણની ઍપીકે ફાઈલ મોકલી હતી જે ફાઈલ ડાઉનલોડ કરવાની સાથે જ તેમના બેન્કના ખાતામાંથી બે તબક્કામાં રૂપિયા 1.27 લાખ ઉપડી ગયા હતા

પોલીસના જણાવ્યા મુજબ હીરા ઘસવાની મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હરસુખ ભીખુભાઈ પટોળીયા (ઉ.વ.48.રહે,સિધ્ધીવિનાયક સોસાયટી, ગઢપુર રોડ, લસકાણા) સાથે ફ્રોડ થયો છે. ગત તા 19અોગસ્ટના રોજ ભેજાબાજાઍ તેમના મોબાઈલના વોટ્સઅપ ઉપર આરટીઅો ઈ ચલણની બોગસ ઍપીકે ફાઈલ ની લીંક મોકલી હતી. હરસુખભાઈઍ આ લીંક અોપન કરવાની સાથે જ તેમના બેન્કના ખાતામાં બે તબક્કામાં રૂપિયા 1,27,973ટ્રાન્સફર થઈ ગયા હતા. ભેજાબાજાઍ બોગસ લીંક મોકલી મોબાઈલ હેંગ કરી ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ લસકાણા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande