જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાંથી ગઈકાલે એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના રણમલ તળાવમાં જુની આરટીઓ કચેરી નજીકના પાણીના ભાગમાં ગઈકાલે એક યુવાન પાણીમાં પડ્યો હોવાની માહિતી મળતાં ત્યાં હાજર રહેલા લોકોએ પાણીમાં ઝંપલાવી તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
108ની ટુકડી એ સ્થળ પર આવીને તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. મૃતકનું નામ સુરેશ બટુકભાઈ વાઘેલા (ઉ.વ.35) હોવાનું જાણવા મળ્યું છે. 108ની ટીમે પોલીસને જાણ કરતાં સિટી એ-ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt