સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.)-મહિધરપુરા હીરાબજારમાં ભોજાભાઈની શેરીમાં અોફિસ ધરાવતા વેપારી પાસેથી હાર્દિક ધામેલીયા નામના વેપારીઍ 45 દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આવી રૂપિયા 71.94 લાખના મતાનો હીરાનો માલ વેચાણ કરવા માટે લીધા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી.
પાલ, વેસ્ટર્ન શીખરજી ખાતે રહેતા 42 વર્ષીય અમિતભાઈ ચંદુલાલ શાહ હીરાબજાર, ભોજાભાઈની શેરી, નમન ઍપાર્ટમેન્ટમાં અોફિસ રાખી આવી જે નામથી હીરાનો ધંધો કરે છે. મૂળ બનાસકાંઠાના થરાદï તાલુકાના નારોલીગામના વતની અમિતભાઈ પાસેથી મીનીબજાર, ઠાકોરદ્વારની બાજુમાં અોફિસ રાખીï હીરાનો ધંધો કરતા હાર્દિક રમેશ ધામેલીયા (ઉ.વ.27.રહે,સાંઈ પૂજા રેસીડેન્સી, વી.આઈ.પી. સર્કલ ઉત્રાણ)્ઍ શરુઆતમાં તેમની પાસેથી હીરાનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ અગાઉથી કરેલા પ્લાનીંગ મુજબ અમિતભાઈઍ તેમની પાસેથી 3 અોક્ટોબર 2024ના રોજ 45 દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાના વાયદે કુલ રૂપીયા 71,94,834ના મત્તાનો રફ હીરાનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં હાર્દિક ધામેલીયાઍ હીરાનું પેમેન્ટ નહી આપતા અમિત શાહઍ ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા ખોટા વાયદાઅો આપી સમય પસાર કરી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. મહિધરપુરા પોલીસે અમિત શાહની ફરિયાદ લઈ હાર્દિક ધામેલીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે