પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત સરકાર દ્વારા સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવાના ઉમંગ સાથે 'વિકાસ સપ્તાહ – ૨૦૨૫'ની ઉજવણી ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાઈ રહી છે. આ અંતર્ગત સરકારી વિનયન કૉલેજ, સાંતલપુર ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં કુલ ૧૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સોલંકી હિતેશભાઈએ પ્રથમ સ્થાન, સોલંકી આરતીબેને દ્વિતીય સ્થાન અને જાડેજા કૃષ્ણાબા તથા જાડેજા રાધિકાબાએ તૃતીય સ્થાન સંયુક્ત રીતે મેળવ્યું હતું.
આ કાર્યક્રમનું સફળ આયોજન વિકાસ સપ્તાહ – ૨૦૨૫ના નોડલ અધિકારી પ્રા. સુદાભાઈ કટારા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ સંચાલન માટે સંસ્થાના આચાર્ય ડૉ. રાજાભાઈ એન. આયરના માર્ગદર્શન અને કોલેજના સ્ટાફ મિત્રોનો પણ સમગ્ર સહયોગ પ્રાપ્ત થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ