કતારગામની જમીનના પ્રોપર્ટ કાર્ડ બનાવવા માટે પરિવારની બોગસ સહી કરાઈ વિનય પટેલ અને ગણેશ બોધરા સામે ગુનો દાખલ
સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.)-કતારગામમાં આવેલ સંયુક્ત પરિવારની જમીનના પોપર્ટી કાર્ડ બનાવવા માટે પિતરાઈ ભાઈ સહિત પરિવારનાï સભ્યોની બોગસ સહી કરનાર પિતરાઈ ભાઈ સહિત બે સામે પોલીસમાં ફરિયાદ નેîધાઈ છે. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ રાંદેર રોડ, તાડવાડી સાંઈ આશ
કતારગામની જમીનના પ્રોપર્ટ કાર્ડ બનાવવા માટે પરિવારની બોગસ સહી કરાઈ વિનય પટેલ અને ગણેશ બોધરા સામે ગુનો દાખલ


સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.)-કતારગામમાં આવેલ સંયુક્ત પરિવારની જમીનના પોપર્ટી કાર્ડ બનાવવા માટે પિતરાઈ ભાઈ સહિત પરિવારનાï સભ્યોની બોગસ સહી કરનાર પિતરાઈ ભાઈ સહિત બે સામે પોલીસમાં ફરિયાદ નેîધાઈ છે.

કતારગામ પોલીસના જણાવ્યા મુજબ રાંદેર રોડ, તાડવાડી સાંઈ આશીષ સોસાયટીમાં રહેતા સંદીપ જયંતીલાલ પટેલ (ઉ.વ.48) ખેતીકામની સાથે બાંધકામના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. તેઅોઍ ગતરોજ પિતરાઈ ભાઈ વિનય નટવરï પટેલ (રહે, કતારગામ) અને ગણેશ ખીમજી બોધરા (રહે, સરદાર પાર્ક સોસાયટી, ઍ.કે.રોડ. વરાછા) સામે ફરિયાદ નોîધાવી હતી જેમાં તેઓઍ જણાવ્યું હતું કે તેમના પરિવારની સંયુકત માલીકની કતારગામમાંï જમીન આવેલી છે જે જમીનમાંથી 1272 ચો.મી જમીન તેમના પિતરાઈ ભાઈ આરોપી વિનય પટેલ વેચવાના હોવાથી આરોપી ગણેશ બોધરાઍ તેમનો સંપર્ક કરી ખરીદવાની હોવાથી તેને ટાઈટલ ક્લીયર કરવા માટે ડોક્યુમેન્ટ આપ્યા હતા. અને જમીનના કુલ ક્ષેત્રફળ 4008.24 માંથી 1272 ચો. મીનું અલગ પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે વિનયના નામનો 300 રૂપિયાનો સ્ટેમ્પ ખરીદી જેમાં બાંહેધરીï પત્રકમાં જૂના પ્રોપટીકાર્ડમાં ૨૭ જણાના નામ હતા. આરોપીઓઍ સંદીપ પટેલ સહિતના સભ્યોની ખોટી સહીઓ કરી સરકારી કચેરીમાં ખરા તરીકે રજુ કરી નવુ પ્રોપટી કાર્ડ બનાવવા બાંહેધરી પત્રક રજુ સંદીપ પટેલ સહિત પરિવારના સભ્યોની જાણ બહાર કિંમતી જમીનનું વિભાજન કરવાનો પ્રયાસ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande