ભાવનગર કર્મચારી હિત નિધિ– ભાવનગર મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ 2025 યોજાયો
ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.): પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે કર્મચારી હિત નિધિ (Staff Benefit Fund - SBF)ના તત્ત્વાવધાન હેઠળ “મહિલા સશક્તિકરણ કાર્યક્રમ – 2025” અંતર્ગત “Financial Discipline and Wealth Habits for Women” વિષય પર એક ઓફલાઇન સેમિનારનું સ
ભાવનગર મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ


ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.): પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે કર્મચારી હિત નિધિ (Staff Benefit Fund - SBF)ના તત્ત્વાવધાન હેઠળ “મહિલા સશક્તિકરણ કાર્યક્રમ – 2025” અંતર્ગત “Financial Discipline and Wealth Habits for Women” વિષય પર એક ઓફલાઇન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનાર તા. 10 ઓક્ટોબર, 2025ના રોજ સાંજે 16.00 વાગ્યે મંડળ કચેરી સભાગૃહ, ભાવનગર પરા ખાતે યોજાયું હતું. કાર્યક્રમનું આયોજન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી તથા અધ્યક્ષ, કર્મચારી હિત નિધિ સમિતિ હુબલાલ જગનના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં Advisor Skill Development Organisationના પ્રશિક્ષક દેવદત્ત આર. પાઠકે મહિલા રેલકર્મીઓ તથા અધિકારીઓને “વિત્તીય અનુશાસન અને ધન સંબંધિત આદતો” વિષય પર ઉપયોગી માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે આર્થિક યોજના, રોકાણની સમજ અને આર્થિક સ્વતંત્રતાનું મહત્વ વિગતે સમજાવ્યું હતું.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે આ કાર્યક્રમ મહિલા કર્મચારીઓમાં આર્થિક સાક્ષરતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવ્યો છે.

આ અવસરે સહાયક કાર્મિક અધિકારી રાધેશ્યામજીના માર્ગદર્શન હેઠળ કલ્યાણ શાખાની ટીમ દ્વારા કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા કર્મચારીઓએ આ સેમિનારમાં સક્રિય ભાગ લીધો અને તેને અત્યંત ઉપયોગી તેમજ પ્રેરણાદાયક ગણાવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande