જીઆઈડીસી પંજાબ નેશનલ બેંકની શાખામાં આગ નહી લાગતા હાશકારો થયો હતો
જય અંબે કલેક્શન કપડાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન
અંકલેશ્વર ડીપીએમસીના 4 જેટલા ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો
આખી દુકાન બળીને રાખ દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકશાન દિવાળી સમયે
ભરૂચ 11 ઓક્ટોબર (હિ.સ.)
અંકલેશ્વર જીઆઇડીસી પંજાબ નેશનલ બેંકની શાખાની ઉપર આવેલ રેડીમેડના શોરૂમમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આગ ઓલવવા મથામણ કરી હતી.આગનો બનાવ બનતા વીજ પુરવઠો પણ બંધ કરી દેવાયો હતો.દિવાળીનો સમય હોય રેડીમેડ કપડાનો ભરપૂર પ્રમાણમાં સ્ટોક કર્યો હતો.બધા જ કપડાં બળીને રાખ થઈ ગયા હતા.લાખો રૂપિયાનું નુક્સાન થવા પામ્યું છે.
અંકલેશ્વર GIDCના ગણેશ સ્કવેરમાં આવેલ 'જય અંબે કલેક્શન' નામની આ દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાઈ રહ્યા હતા.ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર DPMCના ચાર ફાયર ફાઈટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ દુકાનનો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આજુબાજુની દુકાનોમાં પણ આગથી થોડી અસર થઈ હતી.ઉપર આવેલ જીમનું તળિયું તતડી ગયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ