ગાયત્રી સીમ પ્રાથમિક શાળા, પ્રશ્નાવડા ખાતે દિવાળીના તહેવાર પૂર્વે નિઃશુલ્ક સ્ટેશનરી કીટ વિતરણ
ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): ઉત્સવો અને તહેવારોની ઉજવણી અલગ અલગ રીતે લોકો કરતાં હોય છે અને તેમાંય સારા વસ્ત્રો, આભૂષણો અને ખાનપાન જેવા વિષયો પ્રમુખ જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના છેવાડાના વિસ્તારમાં દરિયાકિનારે આવેલી ગાયત્ર
પ્રશ્નાવડા  ગાયત્રી સીમ પ્રાથમિક શાળા


ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): ઉત્સવો અને તહેવારોની ઉજવણી અલગ અલગ રીતે લોકો કરતાં હોય છે અને તેમાંય સારા વસ્ત્રો, આભૂષણો અને ખાનપાન જેવા વિષયો પ્રમુખ જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના છેવાડાના વિસ્તારમાં દરિયાકિનારે આવેલી ગાયત્રી સીમ પ્રાથમિક શાળા પ્રશ્નાવડા ખાતે શાળા પરિવાર અને શિક્ષકો દ્વારા એક અનોખી પહેલ કરી હતી જે પ્રેરણાદાયી ગણાવી શકાય.

એક શિક્ષક પોતાના પૂર્વે પોતાના વિધાર્થી વિશે વિચારે છે અને તેની દરેક નાની નાની બાબતોની કાળજી રાખે છે સરકારી ફરજ અને કુદરતી ફરજ બંનેનો સમન્વય સરકારી શાળામાં જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારો નજીક છે અને શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે વેકેશનમાં વિધાર્થીઓ શાળાથી શું લઈ જાય અને શું પાછો લઈને આવે તે વિશે શિક્ષકો દ્વારા ગાયત્રી સીમ પ્રાથમિક શાળામાં વિધાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી માનવીય અભિગમ દાખવ્યો હતો. તહેવાર હોય કે વહેવાર વિધાર્થી પ્રથમનો પ્રેરક પ્રસંગ પ્રશ્નાવડા ખાતે જોવા મળ્યો હતો. દિવાળી પૂર્વે શિક્ષણ દીપ પ્રગટાવી શિક્ષકોએ માનવતા મહેકાવી દીધી હતી. સરકારી શાળા શ્રેષ્ઠ શાળા એવું કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી, અનેક સમસ્યાઓ અને સવાલો તથા અનેક પ્રકારની ભૌગોલિક સામાજિક આર્થિક જેવી કઠિન પરિસ્થિતિમાં ભિન્ન ભિન્ન સમુદાયમાંથી સીમ શાળાઓમાં આવતા બાળકો અનેક પ્રકારની વિભિન્ન પરિસ્થિતિ ધરાવે છે અને આવી પ્રતિકૂળ પરિસ્થિતિમા સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી સકારાત્મક પર્યાવરણ નિર્માણ કરવાની જવાબદારી શાળા અને શિક્ષકોની આવી જાય છે. દીપાવલી પર્વ પૂર્વે ગાયત્રી સીમ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓને નિશુલ્ક કીટ વિતરણ કરી તહેવારની ઉજવણી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande