VGRCમાં ‘ક્વોલિટી એક્સેલન્સ’ સેમિનારમાં ગુણવત્તાયુક્ત વિકાસ પર ચર્ચા
મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.): વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) - ઉત્તર ગુજરાતના બીજા દિવસે ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI) દ્વારા “ક્વોલિટી એક્સેલન્સ – જર્ની ટુવર્ડ્સ
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ — VGRCમાં ‘ક્વોલિટી એક્સેલન્સ’ સેમિનારમાં ગુણવત્તાયુક્ત વિકાસ પર ચર્ચા


મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.): વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) - ઉત્તર ગુજરાતના બીજા દિવસે ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI) દ્વારા “ક્વોલિટી એક્સેલન્સ – જર્ની ટુવર્ડ્સ વિકસિત ગુજરાત, વિકસિત ભારત” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં નિષ્ણાતોએ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, આંતરરાષ્ટ્રીય ગુણવત્તા માનકો, ગ્રાહક જાગૃતિ અને સંસ્થાઓની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગુણવત્તા આધારીત ઉદ્યોગ વિકાસથી “વિકસિત ગુજરાત”ના લક્ષ્યને “વિકસિત ભારત”ના સપના સાથે જોડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) વચ્ચે સ્કિલ ડેવલપમેન્ટ માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) એક્સચેન્જ કરવામાં આવ્યો હતો.

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુણવત્તા, નવીનતા અને કુશળતા વિકાસને રાજ્યના આર્થિક વૃદ્ધિના મુખ્ય આધારસ્તંભ તરીકે ગણાવ્યા હતા. સેમિનારમાં ઉદ્યોગજગત, શૈક્ષણિક સંસ્થાઓ અને યુવાનોની મોટી ઉપસ્થિતિ જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande