ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી: વિકાસ રથ દ્વારા ગ્રામજનોને ૨૪ વર્ષના વિકાસપ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવાઈ
ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોનું પરિભ્રમણ થઈ રહ્યું છે. ગ્રામજનોને ૨૪ વર્ષના વિકાસપ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ અવસરે ડોળાસા ગામ ખાત
ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોનું પરિભ્રમણ થઈ રહ્યું છે. ગ્રામજનોને ૨૪ વર્ષના વિકાસપ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ અવસરે ડોળાસા ગામ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસર પર ડોળાસામાં પહોંચેલા વિકાસ રથનું ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે રૂ. ૩૪.૮૭ લાખથી વધુના ૧૫ કામોનું  ખાતમુહૂર્ત અને રૂ. ૧.૨૧ કરોડના ૭૦ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંતમાં ગ્રામજનોએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે યુનિયન બેકના ચેરમેન પ્રતાપભાઇ ડોડીયા તથા જિલ્લા પંચાયતના સભ્યઓ મણીબેન અમુભાઈ વાજા તથા તાલુકા ન્યાય સમિતી ચેરમેન રાજેશભાઈ તથા તાલુકા વિકાસ અધિકારી બી.આર. બગથરિયા, અગ્રણીઓ વિશાલભાઈ ગાધે, જીતુભાઈ બારડ તેમજ ગામના સરપંચ તલાટી કમ મંત્રી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.


ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોનું પરિભ્રમણ થઈ રહ્યું છે. ગ્રામજનોને ૨૪ વર્ષના વિકાસપ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે.

આ અવસરે ડોળાસા ગામ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસર પર ડોળાસામાં પહોંચેલા વિકાસ રથનું ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોના હસ્તે રૂ. ૩૪.૮૭ લાખથી વધુના ૧૫ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧.૨૧ કરોડના ૭૦ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંતમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે યુનિયન બેકના ચેરમેન પ્રતાપભાઇ ડોડીયા તથા જિલ્લા પંચાયતના સભ્યઓ મણીબેન અમુભાઈ વાજા તથા તાલુકા ન્યાય સમિતી ચેરમેન રાજેશભાઈ તથા તાલુકા વિકાસ અધિકારી બી.આર. બગથરિયા, અગ્રણીઓ વિશાલભાઈ ગાધે, જીતુભાઈ બારડ તેમજ ગામના સરપંચ તલાટી કમ મંત્રી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande