કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી, રૂ. ૧.૪૨ કરોડના ખર્ચે ૯૬ કામોના લોકાર્પણ થયાં
ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ દ્વારા કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામે વિકાસ રથ આવી પહોંચતા અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર રથનું સ્વાગત કરવામાં
કોડીનાર તાલુકાના મૂળદ્વારકા


ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ દ્વારા કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામે વિકાસ રથ આવી પહોંચતા અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની દેવળી સીટ અંતર્ગત આવતા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી અને નાગરિકોને જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવ્યાં હતાં તેમજ જિલ્લા પંચાયત દેવળી બેઠક અંતર્ગત આવતા વિવિધ યોજનાઓના કુલ રૂ. ૧.૪૨ કરોડના ખર્ચે ૯૬ કામોના લોકાર્પણ અને રૂ.૨૬.૨૫ લાખના ખર્ચે કુલ ૧૧ કામોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સર્વેએ સરકારની નાગરિકલક્ષી યોજનાઓની જાણકારીનો વિડિયો નિહાળ્યો હતો અને ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ દ્વારા ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્ર્ના વિકાસ માટે મહેનત કરવા, દેશના સમૃદ્ધ વારસાનું સંવર્ધન કરવા શપથ લીધાં હતાં.

આ કાર્યક્રમમાં નીતાબેન દિલીપ મોરી, નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકી, ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર, બી.આર.બગથરિયા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande