મહેસાણા સર્કલ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો ભવ્ય સ્વાગત સમારંભ
મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા સર્કલ ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના આગમન પ્રસંગે કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન સમારંભ યોજાયો. કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ
મહેસાણા સર્કલ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો ભવ્ય સ્વાગત સમારંભ


મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા સર્કલ ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના આગમન પ્રસંગે કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન સમારંભ યોજાયો. કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, તેમજ જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ ફૂલહાર અને જયઘોષ સાથે અધ્યક્ષશ્રીનું આત્મીય સ્વાગત કર્યું.

જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભાજપનું શક્તિસ્થાન એટલે તેની તલાટીસ્તરની ટીમ — કાર્યકર્તાઓ. તેમણે સંગઠનની મજબૂતી અને લોકો સુધી સરકારના વિકાસકાર્યો પહોંચાડવાની દિશામાં સૌને એકજૂટ થઈ કાર્ય કરવાનો આહ્વાન કર્યો.

આ પ્રસંગે મહેસાણા જિલ્લાના વિવિધ મોરચા અને પ્રકોશ્ઠના પદાધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રત્યેના શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande