મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.): વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) - ઉત્તર ગુજરાત અંતર્ગત ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીમાં ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ ગુજરાતને દેશના અગ્રણી “એડવેન્ચર ટુરિઝમ હબ” તરીકે વિકસાવવાનો છે.
કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે ઊભી થતી નવી તકો, રોકાણની સંભાવનાઓ અને સ્થાનિક રોજગારના અવસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ રાજ્યના વિવિધ પ્રદેશોમાં ઇકો-ફ્રેન્ડલી ડેવલપમેન્ટ, બેટર કનેક્ટિવિટી અને બિઝનેસ ટુરિઝમના પ્રોત્સાહન અંગે મહત્વના વિચારો રજૂ કર્યા હતા. સેમિનારમાં TCGLના અધિકારીઓ, ટુરિઝમ ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાતના કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટેના નવા પ્રોજેક્ટની દિશા પણ દર્શાવવામાં આવી.
આ પ્રસંગે ગુજરાત સરકારના “વાઇબ્રન્ટ ગુજરાત” વિઝનને અનુરૂપ ટુરિઝમ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટેના સંકલ્પને મજબૂત બનાવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR