ચિતલ અને જસવંતગઢમાં ₹11 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ધારાસભ્ય કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ
અમરેલી, 11 ઓક્ટોબર (હિ.સ.): આજરોજ અમરેલી જિલ્લાના ચિતલ અને જસવંતગઢ મુકામે કુલ ₹11 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યો અંતર્ગત રોડ, પાણી સપ્લાય, લાઈટિંગ, ડ્રેનેજ, તેમજ જ
ચિતલ અને જસવંતગઢમાં ₹11 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ — ધારાસભ્ય કૌશિક વેકારિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ


અમરેલી, 11 ઓક્ટોબર (હિ.સ.): આજરોજ અમરેલી જિલ્લાના ચિતલ અને જસવંતગઢ મુકામે કુલ ₹11 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યો અંતર્ગત રોડ, પાણી સપ્લાય, લાઈટિંગ, ડ્રેનેજ, તેમજ જાહેર સુવિધાઓના ઉદ્ઘાટન કરવામાં આવ્યા.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. “લોકો સુધી સુવિધા પહોંચાડવી એ જ સાચો વિકાસ છે,” એમ કહી તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો અને વધુ સુવિધાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના આગામી યોજનાઓ અંગે માહિતી આપી.

ચિતલ અને જસવંતગઢના લોકોએ વિકાસ કાર્યો માટે આભાર વ્યક્ત કર્યો અને ધારાસભ્યશ્રીએ કહ્યું કે વિકાસના દરેક કાર્યમાં જનસહભાગિતા જ સૌથી મોટો આધાર છે.

આ પ્રસંગે સ્થાનિક પંચાયત પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનો અંત રાષ્ટ્રીય ગીત સાથે થયો અને “વિકસિત ગુજરાત – સમૃદ્ધ ગ્રામ્ય ભારત”ના સંકલ્પ સાથે નવી ઉર્જાનો સંદેશ આપવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande