લ્યો બોલો કોંગ્રેસ ના રેસ ના ઘોડા લગ્ન માં નાચ્યા જેવો ઘાટ ઘડાયો !!!
મોડાસા, 11 ઓક્ટોબર (હિ.સ.) મોડાસા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી માં વેપારી પેનલ બિન હરીફ ચૂંટાઈ આવી જ્યારે ખેડૂત વિભાગ માં કેટલાય ફોર્મ ભરવા માં આવ્યા હતા જેમાં ભાજપ ની પેનલ માં મેન્ડેડ આવતા મેન્ડેડ વાળી દસ ખેડૂતો ની પેનલ જેની સામે ભાજપ ના જ અન્ય દ
લ્યો બોલો કોંગ્રેસ ના રેસ ના ઘોડા લગ્ન માં નાચ્યા જેવો ઘાટ ઘડાયો !!!


મોડાસા, 11 ઓક્ટોબર (હિ.સ.)

મોડાસા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી માં વેપારી પેનલ બિન હરીફ ચૂંટાઈ આવી જ્યારે ખેડૂત વિભાગ માં કેટલાય ફોર્મ ભરવા માં આવ્યા હતા જેમાં ભાજપ ની પેનલ માં મેન્ડેડ આવતા મેન્ડેડ વાળી દસ ખેડૂતો ની પેનલ જેની સામે ભાજપ ના જ અન્ય દસ ઉમેદવારો મેન્ડેડ નહીં મળતા ઊભા રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ અરુણભાઈ પટેલ તેમજ કોંગ્રેસ કિસાન સંઘના હિંમતસિંહ પરમારે ફોર્મ ભર્યા હતા પણ તેમણે ભાજપ સામે કોંગ્રેસ ની એક પેનલ બનાવી નહીં અને જાણે શરણાગતિ સ્વીકારી ભાજપ ની બી ટીમ ની તરીકે હોય તેમ ફોર્મ પાછા ખેંચતા કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહામંત્રી રાહુલ ગાંધીએ સમગ્ર ગુજરાત માં રેસ ના ઘોડા ની શરૂઆત મોડાસા થી કરી હતી તે ઘોડા પણ હવે લગ્ન ના નીકળ્યા હોવા ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે એક સમય એવો હતો કે સમગ્ર દેશ અને ગુજરાત માં નાની મોટી તમામ સહકારી સંસ્થાઓ માં કોંગ્રેસ ના કબજા માં હતી તે છેલ્લા કેટલાક સમયથી ધીરે ધીરે ભાજપ એ કબજો કરી લીધો છે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભાજપ ના સી આર પાટીલ ના સમય કાળ થી મેન્ડેડ પ્રથા અમલ શરૂ કરતા સહકારી આગેવાનો પણ કોંગ્રેસ છોડી ભાજપ ના ખેસ ધારણ કરી લીધો છે ત્યારે સતત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં અને સહકારી ચૂંટણીઓ હાર નો સામનો કરી રહી હોય તેના સામે કોંગ્રેસ દ્વારા સંગઠન માં ધરમમૂળ થી ફેરફાર કરી લગ્ન ના ઘોડા અને રેસ ના ઘોડા ઑ અલગ કરી ચૂંટણીઓ જીતવા અને સંગઠન મજબૂત કરવા દેશ ને નવી દિશા આપવા ગુજરાત માંથી જ શરૂઆત કરી દેશ અને રાજ્ય કબજો કરવા કમરકસી રહી તનતોડ મહેનત કરી સંગઠન માં ફેરફાર કર્યો પણ છતાંય સંગઠન મજબૂત કરી શકી નથી તેવો ઘાટ મોડાસા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી માં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કોંગ્રેસ દ્વારા પેનલ તો નહીં બનાવી શકી પણ અરવલ્લી જિલ્લાના મુખ્ય નેતાઓ કે કોંગ્રેસ અધ્યક્ષ અને કિસાન સંઘના પ્રમુખ બંને લોકોએ ફોર્મ ભર્યા હતા તેમને તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા અરવલ્લી જિલ્લા ના રાજકારણ માં જોરદાર ચર્ચા નો વિષય બન્યો છે કે કોઈ મોટું સેટિંગ તો નથી કરી લીધું ને આવા અનેક સવાલો ભાજપ કોંગ્રેસ ના કાર્યક્રરો માં અને નેતાઓ તેમજ સહકારી આગેવાનો માં ચર્ચા નો વિષય બન્યો છે

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande