વડિયા તાલુકાના મેઘા પીપળીયા ગામે અનેક વિકાસ કાર્યોનું ધારાસભ્ય કૌશિક વેકારિયાના હસ્તે ખાતમુહૂર્ત
અમરેલી, 11 ઓક્ટોબર (હિ.સ.): આજરોજ વડિયા તાલુકાના મેઘા પીપળીયા ગામ ખાતે ગ્રામ વિકાસને નવી દિશા આપતા અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ધારાસભ્ય કૌશિક વેકારિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યોમાં ખજુરીથી નાલાવાડા રોડ, અનુસૂચિત જાતિ વિસ્તારના
વડિયા તાલુકાના મેઘા પીપળીયા ગામે અનેક વિકાસ કાર્યોનું ધારાસભ્ય કૌશિક વેકારિયાના હસ્તે ખાતમુહૂર્ત


અમરેલી, 11 ઓક્ટોબર (હિ.સ.): આજરોજ વડિયા તાલુકાના મેઘા પીપળીયા ગામ ખાતે ગ્રામ વિકાસને નવી દિશા આપતા અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ધારાસભ્ય કૌશિક વેકારિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યોમાં ખજુરીથી નાલાવાડા રોડ, અનુસૂચિત જાતિ વિસ્તારના બ્લોક રોડ, પ્લોટ વિસ્તારના સી.સી. રોડ તેમજ ગટરલાઇનના નિર્માણ જેવા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

આ તમામ વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, જેના દ્વારા ગામના લોકો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે અને દૈનિક જીવનમાં આવતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે ગામના સર્વાંગી વિકાસ માટે રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનું મજબૂત માળખું અત્યંત આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર “વિકસિત ગામ – વિકસિત ગુજરાત”ના ધ્યેયને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક ગામને વિકાસની મુખ્યધારામાં જોડવામાં આવશે.

આ પ્રસંગે સરપંચ, ગ્રામપંચાયતના સભ્યો, અધિકારીઓ તેમજ ગ્રામજનોએ હાજરી આપી અને વિકાસના આ નવા અધ્યાય માટે આનંદ વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande