અમરેલી અને કુંકાવાવ તાલુકાની 13 ગ્રામ પંચાયતોને નવું પંચાયત ઘર, રૂ.3.25 કરોડની મંજૂરી
અમરેલી, 11 ઓક્ટોબર (હિ.સ.): ગ્રામ વિકાસને નવી દિશા આપવા માટે અમરેલી અને કુંકાવાવ તાલુકાની 13 ગ્રામ પંચાયતો માટે નવા પંચાયત ઘરો બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને અનુસંધાને સી.ડી.પી. 5 યોજના હેઠળ કુલ ₹3.25 કરોડ (₹325 લાખ)ની રકમ મંજૂર કરવા
અમરેલી અને કુંકાવાવ તાલુકાની 13 ગ્રામ પંચાયતોને નવું પંચાયત ઘર — ₹3.25 કરોડની મંજૂરી


અમરેલી, 11 ઓક્ટોબર (હિ.સ.): ગ્રામ વિકાસને નવી દિશા આપવા માટે અમરેલી અને કુંકાવાવ તાલુકાની 13 ગ્રામ પંચાયતો માટે નવા પંચાયત ઘરો બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને અનુસંધાને સી.ડી.પી. 5 યોજના હેઠળ કુલ ₹3.25 કરોડ (₹325 લાખ)ની રકમ મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી ગામોના વહીવટી કાર્યોને વધુ સુવિધાજનક અને પારદર્શક બનાવવામાં મદદ મળશે.

નવી પંચાયત ઇમારતોના નિર્માણથી ગ્રામપંચાયતની કામગીરી માટે જરૂરી કચેરીય સુવિધાઓ, બેઠક ખંડ, અને ગ્રામજનો માટે સેવાઓ મેળવવાનું કેન્દ્ર એક જ છત નીચે ઉપલબ્ધ થશે. વિકાસની આ પહેલથી ગામના લોકોમાં પ્રશાસન પ્રત્યે વિશ્વાસ વધશે અને સ્થાનિક સ્વરાજ્યના માળખાને વધુ મજબૂત આધાર મળશે.

ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જણાવ્યું કે ગ્રામ વિકાસ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને દરેક ગામને સુવિધાસભર પંચાયત ઘર મળી રહે તે દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મંજૂરી ગામોમાં સ્વચ્છતા, શાસન અને સમુદાયિક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે મહત્વની ભૂમિકા ભજવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande