પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સરકારી જમીન પર દબાણો દુર કરવા માટે ડિમોલીશનની કામગીરી આગાઉ પણ કહી હતી અનેક નોટીશો પણ ફટકારવામા આવી હતી હવે બોખીરા વિસ્તારમાં ડીમોલીશન કરવામા આવશે આર્ય કન્યા ગુરૂકુળના ગેઇટની સામે આવેલી પાંચ થી છ દુકાનોનુ ડિમોલીશ કરવામા આવશે આ દુકાનો આગાઉ બોખીરા ગ્રામ પંચાયતે ભાડા પટ્ટે આપી હતી તેમની મુદત પૂર્ણ થાયને પણ ઘણો સમય થયો છે. આ જગ્યા મનપાના વોટર વર્કસના પ્રિમાઈસીસમા આવતી હોય તેમની બાજુમા અન્ડર ગ્રાઉન્ડ ડ્રેઈનેજ પંમ્પીગ સ્ટેશન બનાવાનુ હોય આથી જગ્યાની જરૂરીયાત ઉભી થતા પાંચથી છ જેટલી દુકાનો અને કેબીનો દુર કરવા માટે મનપા દ્રારા નોટીશ આપવામા આવી હતી તેમ છતા સ્વૈરછાએ ખાલી નહિં કરતા આજે મનપાની ટીમ ડિમોલીશન માટે પહોંચી હતી પરંતુ કેબીન અને દુકાનદારોએ 15 દિવસની મુદત માંગી હતી આથી આજે ડિમોલીશનની કામગીરી મુલતવી રાખવામા આવી હતી આગામી દિવસોમા આ જગ્યા મનપા દ્રારા ખાલી કરાવમા આવશે મનપા દ્રારા કુલ 22 જેટલી નોટીશ આ વિસ્તારમાં આપવામા આવી હોવાનુ કહેવાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya