પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના મહારાજબાગ લૌહાણા મહાજન વાડી પાછળના વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ મનપા કમિશ્નરને અરજી કરી મનપાના અધિકારીઓથી થતી હેરાન ગતિ બાબતે વાકેફ કરી યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરી છે.
પોરબંદરના લોહાણા મહાજન વાડી પાછળ વિસ્તારમાં રહેતા વનીતાબેન કરિયાએ મનપા કમિશ્નરને લખેલી અરજીમાં પુરાવા સહીત જણાવ્યું છે કે, તેઓ સિનિયર સિટીજન નાગરિક તેમજ એક વિધવા મા હોઈ અને ડાયાબિટીસની બીમારી હોઈ દવા ચાલુ છે અને બે નડી. બ્લોક હોવાથી બાયપાસ કરેલ હોઈ તેમજ કમરના મણકાનો દુખાવો હોઈ માંડ માંડ ચાલી પણ શકીએ છે ત્યારે તેમના ઘરે અગાઉ નગરપાલિકાની પીવાના પાણી ની લાઈન હતી જે પાણી છેલ્લા ચાર વર્ષ થી આવતું ન હતું. જે બાબતે લેખિત ફરિયાદ કરી હોવા છતાં કોઈ અસરકારક કામગીરી થઈ ન હતી અને દર વર્ષે 600 દેવા પરવડે તેવી સ્થતિ નથી જેથી હારી થાકી પીવાના પાણીની લાઈન ત્રણ વર્ષ પહેલા કેન્સલ કરાવી હતી તેમજ પાણીની લાઈન કેન્સલ કરવાનું ફોર્મ પણ ભરેલ હતું છતાં પણ દર વર્ષે હોક્સટેકક્ષ બિલમાં પાણી વેરો ચડીને આવે છે. તેઓ જયારે મહાનગરપાલિકા એ આ બિલ ભરવા જાય અને એક દોઢ કલાક લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ નીચે ઑફિસ વાળા ઉપરના માળે 203 નં બિલ સુધરવા ધકેલે છે જયારે 203 નું વાળા બાજુમાં વોટરવિભાગ માં ધકેલે છે હવે વોટર વિભાગ ને લેખિત અરજી આપેલ ફોર્મ ભરેલ છતાં એ અરજી.ત્રણ વર્ષ પહેલાની અરજી મગાવે છે.
એક બાજુ મેક ઈન ઈન્ડિયાની મોટી મોટી વાતો થાય છે અને સ્માર્ટ સીટીની ડાહી ડાહી વાતો થાય છે જયારે વળી કેવો વિકાસ રૂપિયા દેવા છતાં પીવાનું પાણી ન આવ્યું અને છેલ્લે પીવાના પાણીની લાઈન રદ કરવા છતાં પણ રૂપિયા બિલમાં ચડીને આવવા તો તો આવી રીતે વૃદ્ધ વિધવા માં ને ખોટી રીતે હેરાન પરેશાન કરી રઝળપાટ કરાવી શારીરિક માનસિક ત્રાસ આપતા હોઈ તો આનો જવાબદાર કોણ? જેથી જે કોઈ કર્મચારી દ્વારા આ ગંભીર બેદરકારી દાખતી હોઈ તેની શામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ પીવાના પાણીની લાઈન રદ કરેલ છે તો ફરી વખત ખીટા રૂપિયા ચડવાની ગંભીર બેદરકારી દાખવામાં આવશે તો ગ્રાહક સુરક્ષા લેબર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે, જેની તમામ જવાબદારી જવાબદાર અધિકારીનીની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya