ગુજરાત પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સ્વાગત કરાયું
જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધાર્યા છે. તેઓ જગત મંદિર, દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જામનગર એરફોર્સ સ્ટેશને પહોંચ્યા હતા અને ટૂંકું રોકાણ કર્યું હતું. જ્યાં જિલ્લાના પદાધિકારીઓ-અધિ
રાષ્ટ્રપતિનું સ્વાગત


જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધાર્યા છે. તેઓ જગત મંદિર, દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જામનગર એરફોર્સ સ્ટેશને પહોંચ્યા હતા અને ટૂંકું રોકાણ કર્યું હતું. જ્યાં જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

એરફોર્સ સ્ટેશન, જામનગર ખાતે એર કોમોડોર દેવાશિષ કુકરેતી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande